પ્રોપર્ટીની લગતી તમામ જરૂરી માહિતી આપના સુધી પહોચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂમાં. અફોર્ડેબલ હાઉસિંગએ રિયલ એસ્ટેટ સેક્ટર માટે હાલમાં આશાની ઘણી મોટી કિરણ છે. તો આ અફોર્ડેબલ હાઉસિંગ અંગે આપણે કરીશુ ચર્ચા પરંતુ સૌથી પહેલાએ જાણીએ કે પાછલા થોડા સમયમાં પ્રોપર્ટી માર્કેટ પર ક્યા પરિબળોની અસર રહી અને હવે અફોર્ડેબલ હાઉસિંગને કારણે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી કઇ તરફ જઇ શકે છે આવો જોઇએ આ ખાસ રિપોર્ટ.
ક્રેડાઈ નેશનલનાં પ્રેસિડન્ટ જક્ષય શાહનું કહેવુ છે કે જીએસટી અને રેરા રિયલ એસ્ટેટમાં થયેલા મોટા બદલાવ. જીએસટી અને રેરાની અસરો રિયલ એસ્ટેટમાં જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ સેક્ટર બદલાવથી સંપૂર્ણ બહાર નથી આવ્યું. છેલ્લા 6 મહિનાથી પ્રોપર્ટી માર્કેટ સુધરી રહ્યું છે. પ્રોપર્ટી ઇન્ક્વાયરી અને સેલ્સમાં વધારો થયો છે. મિડલ ઇનકમ ગ્રુપને પણ હાઉસિંગ માટે લાભ અપાઇ રહ્યાં છે. આવનારો સમય હાઉસિંગ સેક્ટરનો સમય હશે.
સરકાર દરેકને મકાન અપાવવા માટે પ્રયત્નશીલ છે. CREDAI પણ લોકોને મકાન મળે એ માટે ફોકસ કરી રહી છે. માર્કેટમાં લિકવિડીટી આવતા દરેક પાસે ઘર હોઇ શકે. CREDAI હેઠળ 375 પ્રોજેક્ટ લોન્ચ થયા છે. નવા 2.5 લાખ મકાન બનશે. રૂપિયા 10 લાખ કરોડનો બિઝનેસ 5 થી 7 વર્ષમાં આવશે. તહેવાર પછી નવા પ્રોજેક્ટ આવશે. યંગ ડેવલપર માટે સારો સમય આવી ગયો છે. અફોર્ડેબલ સેગ્મેન્ટ દેશ માટે આશાનું કિરણ છે.
મેટ્રો શહેરો માટે રૂપિયા 60 લાખ સુધીનાં ઘરો અફોર્ડેબલ કહી શકાય. ટીયર 2 અને 3માં રૂપિયા 20 થી 40 લાખ સુધીનાં ઘરો અફોર્ડેબલ કહી શકાય. હાલ વ્યાજ દર પણ ઘટ્યાં છે. અફોર્ડેબલ હાઉસિંગને ઘણા પૂરક પણ મળશે. CREDAI અને SBI સાથે મળી સ્કીમ લાવ્યાં છે. આ સ્કીમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. સરકાર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનશીપમાં અફોર્ડેબલ હાઉસિંગ માટે વિચારણા કરી રહી છે.
ઇન્ટરેસ્ટ સબવેંશન સ્કીમનો સમય ડિસેમ્બર સુધી કરાયો છે. હાલ આવનારા બજેટ પાસેથી આશાઓ છે. જમીનની ખરીદી માટે બિલ્ડરને ફાયનાન્સ મળે તેવી CREDAIની માંગણી. RERAને કારણે પારદર્શકતા વધી છે. ગ્રાહકો RERA રજીસ્ટ્રેશન માટે પૂછે છે. જીએસટી કાયદા પ્રમાણે પાસઓન કરવામાં આવશે. ડેવલપરને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ડેવલપરને લિક્વિડીટીની જરૂર છે. રિયલ એસ્ટેટથી બીજી ઇન્ડસ્ટ્રીને પણ બુસ્ટ મળશે.
પોઝેટિવ ઇન્વેન્ટરીનું બુકિંગ ફેસ્ટિવલ સમયે થઇ જશે. ગ્રાહકો માટે ઘર ખરીદવાની સોનેરી સમય હાલ ચાલી રહ્યો છે. હાલ ગ્રાહકો માટેનું માર્કેટ છે. હાલ ફાયનાન્શિયલ ફ્રીડમનો સમય ચાલી રહ્યો છે. RERAને કારણે કિંમત ઘટવાની શક્યતા નથી. ઘર ખરીદવાનો સૌથી સારો સમય છે હાલ. RERAને કારણે ગ્રાહકોને સુરક્ષા મળી છે.