Get App

પ્રોપર્ટી ગુરૂ: ઘર ખરીદવા માટે તમે ફાઇનાન્શયલિ તૈયાર છો?

ઘર ખરીદવાનો હેતુ નક્કી કરો. પોતે રહેવા માટેનાં ઘર માટે પરિબળો અલગ છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 27, 2019 પર 3:12 PM
પ્રોપર્ટી ગુરૂ: ઘર ખરીદવા માટે તમે ફાઇનાન્શયલિ તૈયાર છો?પ્રોપર્ટી ગુરૂ: ઘર ખરીદવા માટે તમે ફાઇનાન્શયલિ તૈયાર છો?

ઘર ખરીદવાનો હેતુ નક્કી કરો. પોતે રહેવા માટેનાં ઘર માટે પરિબળો અલગ છે. રોકાણ માટેનાં ઘરના પરિબળો અલગ છે. ભાડાનાં ઘરમાં રહેવા કરતા ઘર ખરીદવું સારૂ. લોન કેટલી લઇ શકાય છે? લોન તમારી મૂડી કરતા 50% થી વધુ ન હોવી જોઇએ. પરિવારમાં ડબલ ઇનકમ હોય તો બાંધછોડ કરી શકાય.

આવકનાં 50% સુધી EMIમાં જાયતો ચાલે. નાણાંકિય ધ્યેય દુર હોય તો 60% સુધી EMI ચાલી શકે. વધારે EMI રાખ્યુ હોય તો સમસ્યા આવી શકે. જોખમ સમજી વિચારી લોન લેવી.

પ્રોપર્ટીમાં રોકાણ પહેલા ધ્યાન આપવું. પ્રોપર્ટીમાં અમુક સમયથી રિટર્ન નથી. રહેવા માટે ઘર ખરીદી શકાય. રોકાણ માટે પ્રોપર્ટી ખરીદવા પહેલા વિચારો કરો. પ્રોપર્ટીનાં રોકાણ લિકવિડ નથી હોતા.

યુવા વર્ગ ઘર લેવાથી કેમ ભાગે છે? જોબ બદલાતી હોય તો ભાડેનાં ઘરમાં રહી શકાય. સ્થીર જોબ હોયતો ઘર પોતાનુ હોવુ જોઇએ. ઘરને વળતર સાથે ન સરખાવી શકાય. ઘરએ આપણુ અસ્તિત્વ છે. જોબની જગ્યા બદલાતી હોય તો વતનમાં ઘર લઇ શકાય. તમે પોતે જઇ શકતા હોય ત્યાજ ઘર લેવું. ઘરને દુરના સ્થળેથી સંભાળવુ મુશ્કેલ છે. પ્રોપર્ટીમાં રોકાણ પહેલા વિચારીને નિર્ણય લેવા.

PMAY યોજના LIG, MIG માટે છે. PMAYની જાણકારી જરૂરિયાત મંદોને આપો. જીવનનું પહેલુ ઘર લેનારને મળી શકે લાભ. અફોર્ડેબલ હાઉસિંગ પર રૂપિયા 2,67 લાખની સબસિડી મળે. મહિલાને સરળતાથી મળશે PMAYનો લાભ. રિપેમેન્ટ માટે લાંબો સમયગાળો મળશે. બેન્ક તમારા પેપર જલ્દી પ્રોસેસ કરે તે જોવુ.

લોન કેવી લેવી ફ્લોટિંગ કે ફિક્સ રેટ? ફ્લોટિંગ રેટ પર લોન લેવી વધુ હિતાવહ છે. વ્યાજદરની ઉતર-ચઠ થતી રહેશે. જો 5 વર્ષમાં લોન પુરી કરી શકતા હો તો ફિક્સ રેટ પર લોન લઇ શકાય. ફ્લોટિંગ થી ફિક્સ રેટમાં ચેન્જ કરી શકાય. ફિક્સથી ફ્લોટિંગ અમુક વર્ષ સુધી અશક્ય.

લોનના રિપેમન્ટ માટે બધી જ ગણતરી કરવી. જુદી જુદી બેન્કનાં EMIની સરખામણી કરવી. બેન્કનાં વિવિધ ચાર્જની સરખામણી કરવી. પરિવારનાં લોકોને લોન અંગેની જાણકારી આપો. નાણાંકિય આયોજન પરિવારે સાથે કરવું.

ટેક્સ બચાવવા હોમ લોન ન લેવી જોઇએ. ટેક્સ ભરી બાકીની રકમનું રોકાણ કરી શકાય. લોન લીધી હોય તો ટેક્સ છુટનો લાભ લેવો. ઘર ઋણમુક્ત હોવુ ખૂબ જરૂરી છે. હોમલોન જલ્દી પુરી કરવાનો પ્રયાસ કરવો. ઘર મનની શાંતિ મળે એવુ હોવુ જોઇએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો