Get App

પ્રોપર્ટી ગુરુ: રિટેલ સ્પેસની ડિમાન્ડમાં મોટો વધારો

રિટેલ સ્પેસનાં રેન્ટલમાં વધારો થયો છે. લોકો શહેરો તરફ પાછા વળતા દુકાનોની માંગ વધી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 25, 2022 પર 9:32 AM
પ્રોપર્ટી ગુરુ: રિટેલ સ્પેસની ડિમાન્ડમાં મોટો વધારોપ્રોપર્ટી ગુરુ: રિટેલ સ્પેસની ડિમાન્ડમાં મોટો વધારો

લોકો હવે મોટા શહેરોમાં પાછા વળી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં હવે ઘટાડો થયો છે. રિટેલ શોપ્સની માંગ ઘણી વધી છે. 1000 SqFtથી નાની દુકાનોની માંગ વધુ છે. પાછલા 6 મહિનામાં દુકાનોનુ એબ્ઝોપશન 50% વધ્યુ છે. મેટ્રો સિટીમાં દુકાનોની માંગ વધી છે. હૈદરાબાદ, બેંગ્લોર, પુનામાં રિટેલ સ્પેસની માંગ વધી છે. રિટેલ સ્પેસનાં રેન્ટલમાં વધારો થયો છે. લોકો શહેરો તરફ પાછા વળતા દુકાનોની માંગ વધી છે. 6 મહિનામાં દુકાનાના ભાડા 13 થી 20% વધ્યા છે.

રિટેલ સ્પેસ ને રેન્ટઆઉટ થવાનો સમય ઘટ્યો છે. દુકાનો રેન્ટઆઉટ થવાના સમયમાં 25 થી 30%નો ઘટાડો થયો છે. જ્યા IT કંપનીઓ છે એ શહેરોમાં રિટેલ સ્પેસની માગ વધી રહી છે. રિટેલ શોપને રેન્ટઆઉટ થવામાં 15 થી 18 દિવસ લાગતા હતા. હવે 10 થી 12 દિવસોમાં દુકાન રેન્ટઆઉટ થઇ જાય છે. મોટી રેસિડન્શિયલ સોસાયટી પાસેની દુકાનો ઝડપથી રેન્ટઆઉટ થાય છે. અમુક વખત લિસ્ટ થવા ના દિવસે જ રેન્ટઆઉટ થાય છે.

રેસિડન્શિયલના રેન્ટઆઉટ પણ ઝડપથી થઇ રહી છે. મોટી સોસાયટી હોય તો દુકાનો ઝડપથી રેન્ટઆઉટ થાય છે. મોટી ઓફિસથી નજીકના રહેણાક વિસ્તારમાં દુકાનોની માંગ વધી છે. મુંબઇમા અંધેરી, મલાડમાં દુકાનોની માંગ ખૂબ સારી છે. ગાઢ વસ્તી ધરાવતા વિસ્તારમાં દુકાનોની માંગ વધી છે.

ગુજરાતમાં કેવી છે રિટલે સ્પેસની માગ?

સુરત, અમદાવાદ, વડોદરામાં રિટેલ સ્પેસની માંગ વધી છે. ગુજરાતમાં IT કંપનીઓ પણ વધી રહી છે. પાછલા 6 મહિનામાં રિટેલ સ્પેસની માંગ વધી છે. 70% કર્મચારીએ માન્યુ કે પોતાના કામના શહેરમાં આવી ગયા છે.

રેસિડન્શિયલની માંગ પર હાઇબ્રિડ વર્કિગ મોડલની અસર

ઘરોની માંગ ખૂબ વધી રહી છે. લોકોને ભાડેથી ઘર મેળવવા ખૂબ મુશ્કેલ બન્યા છે. લિસ્ટિંગના થોડા કલાકોથી 2 દિવસમાં ઘર ભાડા પર જતા રહે છે. સર્વેમાં 70% લોકોએ માન્યુ કે ગમતુ ઘર ભાડે નથી મળી રહ્યુ. ઘણી કંપનીઓએ નવી ભરતી કરી છે. નવી ભરતીને કારણે ઘરોની માંગ વધી છે. કોવિડ દરમિયાન ઘરોની સપ્લાય પર અસર થઇ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો