Get App

પ્રોપર્ટી ગુરૂ: ટાઉનશિપ પ્રોજેક્ટમાં વધી રહી છે ડિમાન્ડ

નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે સ્ટેન્ડ અલોન બિલ્ડિગમાં વધારે સુવિધા મળતી નથી.

MoneyControl Newsઅપડેટેડ Apr 25, 2022 પર 1:50 PM
પ્રોપર્ટી ગુરૂ: ટાઉનશિપ પ્રોજેક્ટમાં વધી રહી છે ડિમાન્ડપ્રોપર્ટી ગુરૂ: ટાઉનશિપ પ્રોજેક્ટમાં વધી રહી છે ડિમાન્ડ

મેન્ડરસ પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે કમ્યુનિટી લિવિંગ પરંપરાગત ચાલી આવ્યુ છે. ચાલમાં ઘરો પણ એક રીતનુ કમ્યુનિટી લિવિંગ હતુ. સમય પ્રમાણે કમ્યુનિટી લિવિંગમાં બદલાવ આવ્યો છે. હવે સુવિધા સાથેની ટાઉનશિપ બનવા લાગી છે. સિનિયર સિટીઝન લિવિંગના પ્રોજેક્ટ પણ બની રહ્યા છે.

નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે સ્ટેન્ડ અલોન બિલ્ડિગમાં વધારે સુવિધા મળતી નથી. એમિનિટઝ સાથેના ઘર મોટા લેન્ડ પાર્સલ પર બને છે. યુવાનો એમિનિટિઝ સાથેના ઘર પસંદ કરી રહ્યાં છે.

નૌશાદ પંજવાણીના મતે ઘર લેતા પહેલા તમારે રિસર્ચ કરવુ જરૂરી છે. તમારા ફાઇનાન્સને તમારે સમજવુ પડશે. લોન લેતા હો તો કેટલી મળી શકે ચકાસી લેવુ. બજેટ નક્કી થતા વિસ્તાર નક્કી કરી શકશો. ભવિષ્યને લગતા તમામ પાસા વિચારી ઘરની પસંદગી કરો. RERAમાં રજીસ્ટર પ્રોજેક્ટમાંજ ખરીદારી કરો. જુનુ ઘર લેતા હો તો તમામ દસ્તાવેજો નિષ્ણાંત પાસેથી ચકાષાવો.

નૌશાદ પંજવાણીના મુજબ મુંબઇ શહેર વધતુ શહેર છે. મુંબઇની અંદર અને આસપાસના વિસ્તારોમાં ડેવલપમેન્ટ થઇ રહ્યું છે. અફોર્ડેબલ ઘર માટે મુંબઇની આસપાસ ઘર બની રહ્યાં છે. થાણા, નવી મુંબઇ, વિરાર વગેરેની કનેક્ટિવિટી વધી રહી છે. થાણા અને નવી મુંબઇમાં ઓફિસો પણ આવી રહી છે. શહેરથી દુરના વિસ્તારમાં અફોર્ડેબલ ઘર મળી શકે છે.

દર્શકોના સવાલ-નિષ્ણાંતની સલાહ

સવાલ: ₹80 લાખના બજેટમાં 2 BHKનો ફ્લેટ લેવા છે, મિરા ભાયંદર અને નવી મુંબઇ વચ્ચે ક્યો વિસ્તાર પસંદ કરવો જોઇએ. મારા પતિ અંધેરીમાં નોકરી કરે છે.

જવાબ: રેણુકા ખત્રીને સલાહ છે કે અંધેરી મિરારોડથી સરળતાથી પહોંચી સકાશે. નવી મુંબઇ અંધેરીથી દુર થશે અને સીધી કનેક્ટિવિટી નથી. તમારા બજેટમાં બન્ને વિસ્તારમાં ઘર મળી શકે. નવી મુંબઇમાં તમને ઘણા વિસ્તારમાં વિકલ્પો મળી શકે. 10 વર્ષમાં પ્રોપર્ટીનુ સારૂ એપ્રિશિયેશન થઇ શકે. રહેવા માટેની તમામ સુવિધા નવી મુંબઇમાં સારી છે. તમે ઓફિસની નજીક ભાડે રહી, નવી મુંબઇમાં પોતાનુ ઘર ખરીદી શકો.

સવાલ: મારી પાસે મલાડમાં 15 વર્ષ જુનો ફ્લેટ છે જે ભાડેથી આપેલ છે, હુ ચર્ની રોડ પર 2 જનરેશનથી એક જુની ચાલ છે એમા રહુ છુ. હાલ સમાચાર હતા કે રેડી રેકનર રેટ વધ્યા છે તો શુ એનો અર્થ એ થાય છે કે મારી પ્રોપર્ટીની કિંમત વધી છે?

જવાબ: શ્યામ જોરાવાસણવાલાને સલાહ છે કે રેડી રેકનર રેટ દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી થાય છે. રેડ રેકનરમાં દર વર્ષે લગભગ 5%નો વધારો આવતો હોય છે. વિસ્તારના પ્રોપર્ટીના રેટ વધવાથી રેડી રેકનર રેટ વધે છે. નવા બિલ્ડિગની સરખામણીમાં જુના બિલ્ડિંગના રેટ ઓછા હોય છે.

સવાલ: મારે પુનામાં ફ્લેટ લેવો છે, બજેટ ₹50 લાખ છે, તો ક્યા એરિયા પસંદ કરવો જોઇએ? મારે મુંબઇ અવારનાવાર જવાનુ થાય છે.

જવાબ: અનુજ ચૌહાણને સલાહ છે કે તમે મુંબઇ પુને હાઇવેની નજીક ઘર લઇ શકો. પિંપરી ચિચવડ, માનેરમાં વિકલ્પો મળી શકે. કોથરુઢ, હિંજેવાડીમાં વિકલ્પો મળી શકે. ₹9000/SqFtની કિંમતમાં સારા પ્રોજેક્ટમાં ઘર મળી શકે.

સવાલ: મારી પાસે 1BHKનો 25 વર્ષ જુનો ફ્લેટ વસઇ એવરસાઇન સિટી, વસઇમાં છે, એની કેટલી કિંમત મળી શકે અને વેચવામાં કેટલો સમય લાગી શકે?

જવાબ: સુરેશ દલાલને સલાહ છે કે તમારા મકાનની આશરે ₹32 થી 34 લાખ કિંમત આવી શકે. જુની પ્રોપર્ટીની કિંમતનો આધાર એની કન્ડીશન પર રહેલો છે.

સવાલ: મારી પાસે વરલીમાં 1રૂમ કિચનનો મહાડાનો ફ્લેટ છે, જેનુ મને કોવિડ પહેલા 20,000 ભાડુ મળતુ હતુ, કોવિડ દરમિયાન આ ભાડુ ઘટાડી 15000 કર્યું હતુ પરંતુ હવે ભાડુઆત ફરી ભાડુ 20,000 આપવા તૈયાર નથી, એગ્રીમેન્ટ પુરુ થાય તે પહેલા ઘર ખાલી કરાવી શકુ?

જવાબ: લતિકા વ્યાસને સલાહ છે કે સામાન્ય સંજોગોમાં એગ્રીમેન્ટ પહેલા ઘર ખાલી નહી કરી શકાય. તમે પોતે રહેવા માટે ઘર ખાલી કરાવી શકો. ઘરમાં મોટુ રિપેરકામ હોય તો ખાલી કરાવી શકાય. ભાડુઆતે તમારી પ્રોપર્ટીનો દુર ઉપયોગ કર્યો હોય તો ખાલી કરાવી શકાય.

બધા સમાચાર

+ વધુુ વાંચો