Get App

પ્રોપર્ટી ગુરૂ: ઘરનાં સેકન્ડ સેલ્સ અંગે ચર્ચા

ભારતનું રિયલ એસ્ટટ માર્કેટ મેચ્યોર માર્કેટ છે. નાના શહેરોમાં રિયલ એસ્ટેટમાં વધુ રોકાણ છે.

MoneyControl Newsઅપડેટેડ May 04, 2019 પર 10:40 AM
પ્રોપર્ટી ગુરૂ: ઘરનાં સેકન્ડ સેલ્સ અંગે ચર્ચાપ્રોપર્ટી ગુરૂ: ઘરનાં સેકન્ડ સેલ્સ અંગે ચર્ચા

ભારતનું રિયલ એસ્ટટ માર્કેટ મેચ્યોર માર્કેટ છે. નાના શહેરોમાં રિયલ એસ્ટેટમાં વધુ રોકાણ છે. 25 વર્ષમાં ઇન્ફ્રાનો ઘણો વિકાસ છે. 2001 થી 2007 દરમિયાન પ્રોપર્ટીની કિંમત 3-5 વર્ષમાં બમણી થઇ છે. આ સમયમાં ઘણા રોકાણકારો બજારમાં આવ્યા છે. એન્ડયુઝર એક બજેટમાં સિમિત હોય છે. છેલ્લા 5 વર્ષ એન્ડ યુઝર માટેનો સમય હતો. હાલનો સમય પણ એન્ડ યુઝર માટેનો સમય છે.

ઘર વેચવા માટે સારો સમય ક્યારે?

ઘર વેચવા માટે હાલ મુશ્કેલ સમય છે. હાલમાં પ્રોપર્ટીનાં રેટ ફ્લેટ થઇ ગયા છે.

2013-2017 દરમિયાન વધેલા એન્યુલાઇઝ રેટ જોઇએ તો મુંબઇમાં 7-7.5 ટકા થયા, બેંગલોરમાં 5.45 ટકા થયા, દિલ્હીના કિંમત નેગેટિવ થતા જોવા મળ્યા છે. છેલ્લા 5 વર્ષ પ્રોપર્ટી વેચનાર માટે સારા ન હતો. હવે પ્રોપર્ટીથી વધુ રિટર્ન મળવા અશક્ય છે. રિયલ એસ્ટેટ હવે ઓર્ગેનાઇઝ થઇ છે. રિયલ એસ્ટેટમાં જોખમ અને રિટર્ન ઘટ્યા છે. 3 વર્ષમાં તમે વેચાણ કરો તો ટેક્સમાં નુકસાન છે.

5 વર્ષમાં પ્રોપર્ટી વેચો તો પણ નુકસાન થઇ શકે છે. 10 વર્ષમાં પ્રોપર્ટી વેચો તો 10 થી 12 ટકા રિટર્ન મળી શકે છે. રિયલ એસ્ટેટનાં રોકાણ 10 વર્ષમાં સારા રિટર્ન આપી શકે છે. 10 વર્ષનું પ્રોપર્ટીમાં રોકાણ અન્ય રોકાણનાં વિકલ્પો જેટલુ વળતર આપી શકે છે. જુનુ ઘર વેચીને નવુ ઘર લેવુ હોય તો તમે ઘર વેચી શકો છો.

કોણ ખરીદશે જુનુ ઘર?

અમુક લોકો સેટેલ પ્રોપર્ટી લેવા ઇચ્છે છે. લિગલ બાબતો જુની પ્રોપર્ટીમાં ચોખ્ખી હોય છે. 5 થી 10 વર્ષ જુની બિલ્ડિંગમાં વેચાણ થાય છે. જુની પ્રોપર્ટીમાં પ્રોપર્ટીટેક્સ અને મેન્ટેન્નસ ઓછા આવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો