Get App

પ્રોપર્ટી ગુરૂ: કમર્શિયલ રિયલ એસ્ટેટ અંગે ચર્ચા

આ સપ્તાહે પ્રોપર્ટી ગુરૂમાં કમર્શિયલ રિયલ એસ્ટેટ અંગે ચર્ચા કરીશું ધ ગાર્ડિયન રિયલ એસ્ટેટ એડ. ના ડિરેક્ટર ખેતશી બારોટ સાથે.

MoneyControl Newsઅપડેટેડ Mar 28, 2022 પર 3:33 PM
પ્રોપર્ટી ગુરૂ: કમર્શિયલ રિયલ એસ્ટેટ અંગે ચર્ચાપ્રોપર્ટી ગુરૂ: કમર્શિયલ રિયલ એસ્ટેટ અંગે ચર્ચા

ખેતશી બારોટનું કહેવુ છે કે ભારતનુ અર્થતંત્રનો વિકાસ સારો થતા કમર્શિયલની ડિમાન્ડ વધી રહી છે. પાછલા 3 મહિનાથી કમર્શિયલની માગ પુરઝડપે વધી. યુવા વર્ગ સ્ટાર્ટઅપ બિઝનેસ ચાલુ કરે છે, જેને કારણે માગ વધી છે. 30 થી 40 વર્ષની વચ્ચેના લોકો ઓફિસીસ બુક કરાવી રહ્યા છે. MNCs દ્વારા વર્ક ફ્રોમ હોમને લીધે કમર્શિયલના રેન્ટલ એગ્રીમેન્ટ અટક્યા.

કો-વર્કિંગ સ્પેસની ડિમાન્ડ ખાસ કરીને વધી રહી છે. કોવિડ બાદ લોકોને ઓફિસ ઘરની નજીક જોઇતી હોય છે. લોકલ માઇક્રો માર્કેટમાં કમર્શિયલની ડિમાન્ડ વધી રહી છે. અફોર્ડેબલ નાની ઓફિસની ટાયર-1 સિટીમાં માગ વધી છે. રેસિડન્શિયલ એરિયામાં નાની ઓફિસ-હાઇબ્રિડ ઓફિસ છે. હાઇબ્રિડ ઓફિસ એ વર્ક ફ્રોમ સિવાયનો એક નવો વિકલ્પ છે. સિટી સેન્ટરને બદલે માઇક્રો માર્કેટમાં ઓફિસસનો ટ્રેન્ડ છે.

માઇક્રો માર્કેટમાં ઓફિસની કિંમત કે રેન્ટ ઘણા ઓછા છે. મુંબઇના સબર્બમાં હાઇબ્રિડ ઓફિસસની માગ વધુ છે. ફલેટની કિંમતમાં એક નાની ઓફિસમાં રોકાણ કરવાની તક છે. હાઇબ્રિડ ઓફિસની માગ અને સપ્લાય સૌથી વધુ છે. માર્ચ થી ડિસેમ્બરમાં હાઇબ્રિડ ઓફિસના ઘણા પ્રોજેકટ છે. ઘાટકોપર, ચેમ્બુર, બોરિવલી, કાંદીવલીમાં હાઇબ્રિડ ઓફિસની માગ છે.

અર્થતંત્રનો વિકાસ થશે તો કમર્શિયલની માગ વધશે. કનેક્ટિવિટી વધવાથી અને ઇન્ફ્રાના વિકાસથી કમર્શિયલ રિયલ એસ્ટેટને સપોર્ટ છે. કોરોના સમયે ઘણી MNCsના કમર્શિયલ ઓફિસના લીઝ એગ્રીમેન્ટ રિન્યુ ના થયા. MNCsના તરફથી કમર્શિયલ ઓફિસની માગ હવે વધી રહી છે. કમર્શિયલની સપ્લાઇ ઘટી હતી જેથી નવા પ્રોજેક્ટ ઝડપથી ઓક્યુપાય થઇ રહયા છે. સ્ટાર્ટઅપ અને SMEs દ્વારા નાની ઓફિસની માગ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો