કોરાનોકાળ બાદ માર્કેટમાં આવેલા સુધારા અંગે ચર્ચા થઇ. ઘરોના વેચાણ વધ્યા છે પરંતુ બાંધકામ ખર્ચ વધી ગયો છે. સ્ટીલ, સિમેન્ટની કિંમતો ખૂબ વધી છે, તે અંગે ચર્ચા થઇ. રિયલ એસ્ટેટ ફોરમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
સરકાર પાસે રિયલ એસ્ટેટની અપેક્ષા
અફોર્ડેબલ સેગ્મેન્ટને ઇન્ફ્રાનુ સ્ટેટસ મળ્યુ છે. ઇન્ડસ્ટ્રી સ્ટેટસ મળવામાં સમય લાગી શકે છે. RBI દ્વારા અમુક શરતો હળવી કરાય તો પણ રિયલ એસ્ટેટને ફાયદો થશે. ઇન્ડસ્ટ્રીને ઘણા બધા લાભ મળતા હોય છે. ડેવલપર્સને લેન્ડ, FSI વગેરે માટે કોઇ ફાઇનાન્સ મળતો નથી. RERA બાદ ઘણી પારદર્શકતા આવતી દેખાય છે.
શું ઘરોની કિંમત વધશે?
બિલ્ડિંગની રાઇઝ મુજબ કિંમતોમાં ફરક આવે છે. લગભગ ₹400 થી 800/SqFt બાંધકામ ખર્ચ વધ્યો છે. ડેવલપર્સે આ વધારો ગ્રાહકો પર પાસઓન નથી કર્યો. સરકારે GSTને લઇને ડેવલપર્સને રાહત આપવી જોઇએ. ડેવલપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવી જોઇએ.
એપ્રિલ મહિનામાં પ્રોપર્ટી રજીસ્ટ્રેશન વધ્યા
મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી ત્યારથી તેજી આવી છે. કોરાનાને કારણે ઘરોની માંગ વધી છે. કોરાનાકાળમાં લોકોએ પોતાના ઘરનુ મહત્વ વધ્યુ છે. કોરોના પહેલા યુવાવર્ગ ભાડે રહેવાનુ વધુ પસંદ કરતા હતા. હવે યુવાવર્ગ પણ પોતાનુ ઘર ખરીદવા ઇચ્છે છે. ગ્રાહકો રિયલ એસ્ટેટમાં રોકાણ સુરક્ષિત સમજતા થયા છે.