Get App

પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ પર ફેસ્ટિવલ સિઝન

લોકો ચુટંણી સુધી થોભવાનો મત બનાવી રહ્યાં છે. એન્ડ યુઝરને સારા બાર્ગેન પણ મળી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 20, 2019 પર 10:34 AM
પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ પર ફેસ્ટિવલ સિઝનપ્રોપર્ટી ગુરૂ: ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ પર ફેસ્ટિવલ સિઝન

ભારતમાં ચુંટણીનો માહોલ છે. અફોર્ડેબલ હાઉસિંગમાં સેલ્સ થઇ રહ્યાં છે. મિડ થી હાઇ સેગ્મેન્ટમાં જોઇએ તેવા સેલ્સ નથી. લોકો ચુટંણી સુધી થોભવાનો મત બનાવી રહ્યાં છે. એન્ડ યુઝરને સારા બાર્ગેન પણ મળી શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ચર્ચા

2022 હાઉસિંગ ફોર ઓલ માટેની યોજના કર્યો છે. પહેલી વાર ઘર ખરીદનારને આ યોજનાનો લાભ છે. અફોર્ડેબલ હાઉસિંગ માટેની સ્કીમ છે. 40 લાખથી ઓછી કિંમતનાં ફ્લેટનો આ યોજનામાં સમાવેશ કરશે. ડેવલપરે આ યોજના હેઠળ પ્રોજેક્ટ રજીસ્ટર કરાવવો જરૂરી છે. વાર્ષિક રૂપિયા 12 લાખ કરતા ઓછી આવક ધરાવતા લોકો માટેની યોજના છે. રૂપિયા 2.67 સબસિડી પહેલુ ઘર ખરીદનારને મળશે. મહિલાનાં નામે ઘર લેવાથી રજીસ્ટ્રેશન ફીમાં લાભ મળી શકે છે.

સવાલ-

તેમણે ગોતા, અમદાવાદમાં 2017 માં ફ્લેટ ખરીદ્યો હતો, જુલાઇ 2018 સુધીમાં તેનુ 75 ટકા કામ પુરુ થઇ ગયુ હતુ, એટલે અમે 75 ટકા પેમેન્ટ લોન દ્વારા કર્યું હતુ, બાકીની રકમ 6 એપ્રિલ 2019એ ચુકવી. અમને હજી પઝેશન મળ્યુ નથી અને હવે બિલ્ડર મારી પાસે 18 ટકા પ્રમાણે જીએસટી, સ્ટેમ્પડ્યુટી, એઈસી ચાર્જ, જીઈબી ચાર્જ રોકડમાં માંગે છે, તે ચેક લેવા તૈયાર નથી. શું આ યોગ્ય છે?

જવાબ-

ડેવલપર રોકડમાં રકમ માંગી શકે નહી. તમામ રકમ તમે ચેક દ્વારા ચુકવી શકો છો. તમે RERA અને ઇનકમ ટેક્સ વિભાગને જાણ કરી શકો છો. રોકડ રકમ ચુકવવી એ તમારા પક્ષે પણ ગુનો બનશે. એન્ડયુઝરને 12 ટકા જીએસટી ભરવા પાત્ર બનતો હતો. ઇનપુટ ક્રેડિટ અંગે સ્પષ્ટિકરણ લેવું જરૂરી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો