આજે પ્રોપર્ટી ગુરૂની અંદર આપણે ખાસ વિષય અંગે વાત કરીશું. તે વિષય છે MMR માટેનો હાઉસ પર્ચેઝ સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. તેના અંગે આજે આપણે ચર્ચા કરીશું. આજે આપણે પ્રોપર્ટી ગુરૂમાં ચર્ચા કરીશું કો-ફાઉન્ડર ટ્રુ બોર્ડ પાર્ટનર્સના નંદકુમાર સુરતી અને અજમેરા ગ્રુપના ડિરેક્ટર અને CREDAI-MCHI ના સેક્રેટરી ધવલ અજમેરાની સાથે.
હાઉસ પર્ચેઝ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ
નંદકુમાર સુરતીના મતે HPSI એટલે કે હાઉસ પર્ચેઝ સેન્ટિમેન્ટ ઇન્ડેકસ. HPSI એ ગ્રાહકોની 3 થી 6 મહિનામાં ઘર ખરિદવાની ઇચ્છા દર્શાવે છે. માર્કેટના તમામ ઇન્ડેક્સ ભૂતકાળના આંકડા પર આધારિત છે. HPSIએ ભવિષ્યની વાત કરતો ઇન્ડેક્સ છે. HPSIમાં ગ્રાહકોના દ્રષ્ટિકોણની વાત છે. HPSI ભવિષ્યમાં ઘરોના વેચાણના અનુમાન જણાવે છે. HPSIનુ જુન ક્વાટરનુ રિડિંગ 65.5 છે. ગ્રાહકો દરેક માઇક્રો સેગ્મેન્ટના ટ્રેન્ડ જાણી શકે છે. રિયલ એસ્ટેટ ડેવલપર માર્કેટિંગ અને સેલ્સની રણનિતી બનાવી શકે છે. રોકાણકાર રોકાણ માટેના પ્રોજેક્ટ નક્કી કરી શકે છે.