ટ્રાન્સેન્ડ કેપિટલ ડિરેક્ટર ઇનવેસ્ટમેન્ટ, કાર્તિક ઝવેરીના મતે તમારે જે શહેરમાં સેટલ થવુ હોય ત્યા ઘર ખરીદો. જો તમે વર્ષો સુધી કોઇ શહેરમાં રહેવાના હોય તો ત્યા ઘર ખરીદો. કામ કરો છો તે શહેરમાં તમે ભાડે રહી શકે.
કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે પ્રોપર્ટીની કિંમતથી 80 થી 85% લોન મળી શકે. 20% રકમની વ્યવસ્થા તમારે પોતે કરવી પડશે. આ રકમ માટે અન્ય કોઇ લોન લેવી ન જોઇએ. તમારી પાસે ડાઉનપેમેન્ટના 20% રકમ હોવી જોઇએ. તમારી ઘરની કિંમતના 10% ઇમરજન્સી માટે હોવી જોઇએ. તમારે મહત્તમ રકમની બેન્ક ફાઇનાન્સ લેવુ જોઇએ. ઓછા વ્યાજદરનો લાભ લઇ શકો છો.
કાર્તિક ઝવેરીના મુજબ ઘર જીવનમાં એક કે બે વાર લેતા હોઇએ છીએ. મોટુ ઘર લેવાની હિંમત ચોક્કસ કરી શકાય. વિવિધ કારણોથી તમને વધુ જગ્યાની જરૂર પડી શકે છે. તમારી આવક સિક્યોર હોય તે ખૂબ જરૂરી છે. જો આવકને લઇ જોખમ હોય તો બજેટથી બહાર ન આવો.
કાર્તિક ઝવેરીનું માનવું છે કે 50% આવક આપણને જીવન નિર્વાહ માટે જરૂરી છે. 30% સુધીની રકમનુ EMI હોય તો હિતાવહ છે. 20% આવક અન્ય જરૂરિયાત માટે હોય શકે. 50:30:20 શક્ય ન હોય તો 50% EMI રાખી શકો. આવક વધતા EMI સરળ લાગતા હોય છે. આવકના 50%થી વધુ EMI ન હોવુ જોઇએ.
કાર્તિક ઝવેરીના મતે દરેક વ્યક્તિ લોન ઝડપથી પતાવવા ઇચ્છે છે. હોમલોન એ ગુડ લોન છે. હોમલોનના વ્યાજદર ખૂબ ઓછા છે. લોન પ્રિ-પેમેન્ટ સ્માર્ટ રીતે કરવી જોઇએ. સૌથી પહેલા તમારી બચત વધારો. જે વર્ષે તમારો નફો અનુમાન કરતા વધે તો પ્રિપેમેન્ટ કરી શકો. રોકાણથી મળેલા નફાથી પ્રિપેમેન્ટ કરો. બોનસ કે અચાનક લાભનો ઉપયોગ પ્રિપેમેન્ટ માટે ન કરો.