Get App

પ્રોપર્ટી ગુરૂ: નાણાંમંત્રીની જાહેરાતથી કેટલો લાભ મળશે?

રિયલ એસ્ટેટ સેક્ટરને ઘણી સમસ્યાઓ છે. ઘણા પ્રોજેક્ટ અટકી પડ્યા છે કારણ કે ડેવલપર પાસે ફંડ નથી.

MoneyControl Newsઅપડેટેડ Sep 23, 2019 પર 2:36 PM
પ્રોપર્ટી ગુરૂ: નાણાંમંત્રીની જાહેરાતથી કેટલો લાભ મળશે?પ્રોપર્ટી ગુરૂ: નાણાંમંત્રીની જાહેરાતથી કેટલો લાભ મળશે?

રિયલ એસ્ટેટ સેક્ટરને ઘણી સમસ્યાઓ છે. ઘણા પ્રોજેક્ટ અટકી પડ્યા છે કારણ કે ડેવલપર પાસે ફંડ નથી. ગ્રાહકને પોતાના ઘરનાં પઝેશન નથી મળી રહ્યા છે. બજારમાં સેન્ટિમેન્ટ ખરાબ થયા છે. ગ્રાહકો ઘર લેવાનો નિર્ણય ટાળી રહ્યાં છે.

10,000 કરોડનાં ફંડની સરકાર રાહત આપવા જઇ રહી છે. સરકારી કર્મચારી માટે હોમલોનનાં વ્યાજદર ઘટાડાશે. સરકાર અફોર્ડેબલ હાઉસિંગને બુસ્ટ આપવા માંગે છે. સરકાર ગ્રાહકોને માર્કેટમાં ફરી લાવવા માંગે છે.

3.5 લાખ અટકેલા પ્રોજેક્ટને લાભ આપવાનો સરકારનો પ્રયાસ છે. આ લાભ માત્ર અફોર્ડેબલ હાઉસિંગને મળશે. 1.75 લાખ પ્રોજેક્ટ NCLTમાં છે. લાખો પ્રોજેક્ટ પોતાના સમયથી મોડા ચાલી રહ્યાં છે. બજેટ સેગ્મેન્ટની ટુંક સમયમાં વ્યાખ્યા અપાશે. અફોર્ડેબલ સેગ્મેન્ટની સીમા વધારવાની જરૂર છે. ગ્રાહકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

ECBની ગાઇડલાઇન સરળ કરવામાં આવી છે. ECBની જાહેરાત RBI તરફથી આવવી જોઇતી હતી. સરળ થયેલા નિયમો જાણવા માટે રાહ જોવી પડશે.

શું નાણામંત્રીએ રિયલ એસ્ટેટને બુસ્ટ આપી શક્યા? નાણામંત્રીએ કરેલી જાહેરાતોથી લાંબાગાળે રાહત મળશે. અફોર્ડેબલ સેગ્મેન્ટને `45 લાખથી `1 કરોડ કરવાની જરૂર હતી.

ક્યા વધી શકે ઘરની માંગ-

ટિયર-2 સિટીમાં ઘરોની માંગ વધી શકે છે. ટિયર-1 માં વધુ ફાયદો જોવા નહી મળે.

બધા સમાચાર

+ વધુુ વાંચો