Get App

પ્રોપર્ટી ગુરુ: નવા વર્ષમાં રિયલ એસ્ટેટમાં આવી શકે કેટલો ગ્રોથ?

રશિયા યુક્રેન વોરની અસર રિયલ એસ્ટેટ પર આવી છે. વોરને કારણે લાગ્યુ હતુ કે 20 થી 25 ટકા માર્કેટ તુટી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 25, 2022 પર 9:47 AM
પ્રોપર્ટી ગુરુ: નવા વર્ષમાં રિયલ એસ્ટેટમાં આવી શકે કેટલો ગ્રોથ?પ્રોપર્ટી ગુરુ: નવા વર્ષમાં રિયલ એસ્ટેટમાં આવી શકે કેટલો ગ્રોથ?

એમડી હિરાનંદાની ગ્રુપના ડો. નિરંજન હિરાનંદાણી અને વાઇસ-ચેરમન નેશનલ Naredco, નિરંજન હિરાનંદાણીના મતે -

રશિયા યુક્રેન વોરની અસર રિયલ એસ્ટેટ પર આવી છે. વોરને કારણે લાગ્યુ હતુ કે 20 થી 25 ટકા માર્કેટ તુટી શકે છે. વ્યાજદર વધારાની શરૂઆત થઇ ગઇ છે. રિયલ એસ્ટેટ ઇન્ડ્સ્ટ્રીએ તમામ પડકાર છતા ગ્રોથ કર્યો છે. કોવિડ બાદ ઘરોની માંગ ખૂબ વધી છે. પોતાના ઘરનુ મહત્વ ગ્રાહકો ખૂબ સારી રીતે સમજ્યા છે. ગ્રાહકોને હવે મોટા ઘર જોઇએ છે. રેસિડન્શિયલમાં આ વર્ષ સારો બિઝનેસ થયો છે.

ગ્રાહકો માટે ઘર અપાવનારૂ સંવત રહ્યું

મકાનની માંગ હંમેશા જ રહી છે. કોવિડ દરમિયાન લોકોએ પોતાનુ ઘરનુ મહત્વ સમજયુ છે. હોસ્પિટલ, સ્કુલ નજીક હોવાનુ મહત્વ સમજાયુ છે. ગ્રાહકો માટે ઘર અને એમિનિટઝનુ મહત્વ વધ્યુ છે. ક્વોલિટી હોમ્સની માંગ આ વર્ષે વધી છે. નેગેટીવ પરિસ્થિતીમાં રિયલ એસ્ટેટ ઉભર્યું છે.

કેવુ રહેશે આવનારૂ વર્ષ રિયલ એસ્ટેટ માટે?

આવનારૂ વર્ષ રિયલ એસ્ટેટ માટે પોઝિટીવ છે. વ્યાજદરમાં વધારો આ વર્ષમાં ચાલુ રહેશે. બેન્ક EMI સ્થિર રાખવા અંગે વિચારણા કરી રહી છે. વ્યાજ વધારા છતા EMI સ્થિર લોનના સમયગાળામાં ફેરફાર થશે. 6 થી 12 મહિના માટે હાઉસિંગની માગ વધશે. ટિયર-1, ટિયર-2, ટિયર-3માં ઘરોની માગ વધશે. શેહરોની આસપાસના વિસ્તારમાં ઘરોની માગ વધશે.

મેન્ડરસ પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણીના મતે -

બધા સમાચાર

+ વધુુ વાંચો