Get App

પ્રોપર્ટી ગુરુ: રિયલ એસ્ટેટના પાછલા 2 વર્ષ કેવા?

પાછલા 2 વર્ષ રિયલ એસ્ટેટ માટે મહત્વના છે. કોવિડની શરૂઆતમાં ઘણા ભાડુઆતો ઘર ખાલી કરી વતન પરત ફર્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 07, 2022 પર 6:36 PM
પ્રોપર્ટી ગુરુ: રિયલ એસ્ટેટના પાછલા 2 વર્ષ કેવા?પ્રોપર્ટી ગુરુ: રિયલ એસ્ટેટના પાછલા 2 વર્ષ કેવા?

પાછલા 2 વર્ષ કેવા રહ્યાં રિયલ એસ્ટેટ માટે?

પાછલા 2 વર્ષ રિયલ એસ્ટેટ માટે મહત્વના છે. કોવિડની શરૂઆતમાં ઘણા ભાડુઆતો ઘર ખાલી કરી વતન પરત ફર્યા છે. હવે ફરી મેટ્રો શહેરમાં ભાડાની ઘરો ઘણી વધી છે. હવે ભાડાના ઘરોની સપ્લાય કરતા માંગ વધુ છે. કોવિડની શરૂઆતમાં ઘરોના વેચાણ ઘટયા છે. ત્યારબાદ ઘરોની ખરીદારીમાં ખૂબ વધારો થયો છે.

ઘર ખરિદારીઓના માઇન્ડ સેટમાં કેટલો તફાવત?

કોવિડ સમયે લોકો ઘર લેવાનો આખરી નિર્ણય નહોતા લઇ રહ્યા છે. વેક્સિન આવ્યા બાદ ઘરોની ખરિદારી વધતી જણાઇ છે. એન્ડયુઝરનો લકઝરી, મિડ અને અફોર્ડેબલ હોમમાં રસ વધ્યો છે. એન્ડયુઝર્સનુ જ માર્કેટ દેખાઇ રહયું છે, ઇન્વેસ્ટર હજી પણ દુર છે. ઘરના ભાડા વધતા લોકો પોતાનુ ઘર ખરીદી રહ્યાં છે. તમામ ગ્રાહકોને હવે પોતાનુ અને મોટુ ઘર જોઇએ છે. કોવિડ બાદ ગ્રાહકો ઘરની ખરીદી બાબતે મકકમ થયા છે.

રેન્ટિગ ઇન્વેન્ટરીમાં ઘટાડો થયો છે. ઘરોના ભાડામાં વધારો થઇ રહ્યો છે. મેટ્રો શહેરોમાં નવા કર્મચારી આવે છે અને ઘરોની માંગ વધે છે. પાછલા 2 વર્ષમાં કર્મચારી વર્કફ્રોમ હોમ કાર્યરત હતા. હવે વર્ક ફ્રોમ ઓફિસ શરૂ થતા શહેરોમાં ભાડાના ઘરોની માંગ વધી છે. પાછલા બે વર્ષમાં નવી સપ્લાય આવી નથી. રેન્ટ માટે સપ્લાય અને ડિમાન્ડમાં મિસ મેચ આવ્યો છે. બેંગ્લોર, પુણે, મુંબઇ જેવા શહેરોમાં રેન્ટના ઘરની માંગ વધુ છે. આઈટીની કંપનીઓ હોય તેવા શહેરોમાં રેન્ટલ ઇન્ફ્લેશન વધ્યુ છે. બેંગ્લોરમાં ભાડા 13 થી 14% વધારો આવ્યો છે.

શુ ઇન્વેસ્ટર ફરી રિયલ એસ્ટેટ તરફ વળશે?

હવે ઘર ખરીદારી કરવાની ઉંમર ઘણી ઘટી છે. યુવાનો લોન લઇ ઘર ખરીદી રહ્યાં છે. આવનારા સમયમાં ઇન્વેસ્ટરની માંગ આવી શકે છે. હાલના સમયમાં રિયલ યુઝરની ઘરની માંગ ઘણી સારી છે. રેન્ટલ યિલ્ડમાં વધારો થઇ રહ્યો છે. રેન્ટલ યિલ્ડ વધીને 4% થતી દેખાઈ રહી છે. ભાડુઆત ઉંચા ભાડા કરતા લોન લઇ ઘર ખરીદવાનુ પસંદ કરી રહ્યાં છે. દિવાળી સુધી ઇન્વેસ્ટર માર્કેટમાં આવી શકે છે. આવનારા 10 વર્ષમાં રિયલ એસ્ટેટ માટે સારા રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો