એક્વેસ્ટના સીઈઓ પરેશ કારિયાનું કહેવુ છે કે સેન્ટિમેન્ટ હજી પણ સારા નથી. ડેવલપર ઘરની કિંમત ઘણી ઘટાડી રહ્યાં છે. ડેવલપર ડિસ્કાઉન્ટ આપી શકે છે. ડેવલપર ઇન્વેન્ટરી વેચવા માંગે છે.
સરકારે મિડસેગ્મેન્ટને રાહત આપી. ₹10 હજાર કરોડનું ફંડ કેટલુ ઉપયોગી? કુલ ₹20 હજાર કરોડનું ફંડ બનશે. સરકાર ₹10 હજાર કરોડનું ફંડ આપશે.
આ ફંડને પ્રોફેશનલ વ્યક્તિી મેનેજ કરશે. 60% સુધી પુરા થયેલા પ્રોજેક્ટને લાસ્ટમાઇલ ફંડીગ મળશે. અફોર્ડેબલ અને મિડ સેગ્મેન્ટનાં પ્રોજેક્ટને મળશે ફંડિગ. પ્રોજેક્ટ NCLT ન હોવો જોઇએ. પ્રોજેક્ટ NPA ન હોવો જોઇએ. આ શરતો પુરી કરતા પ્રોજેક્ટની સંખ્યા ઓછી છે.
NPA કે NCLT થયેલા પ્રોજેક્ટને કોઇ રાહત નહી. વધુ પ્રોજેક્ટ ન અટકે એવા પ્રયાસ છે. સરકારી કર્મચારીને રાહત અપાઇ છે. સરકારી કર્મચારીને ઘર ખરીદવા માટે પ્રોત્સાહન છે. સરકારી કર્મચારીને ઓછા વ્યાજે હોમ લોન મળશે.
વ્યાજદર રેપો સાથે લિન્ક થતા લાભ. હવે રેટ કટ પાસઓન થશે. પહેલા બેન્ક પોતે MCLR નક્કી કરતી હતી. હવે રેપો રેટ મુજબ વ્યાજદરમાં ફેરફાર થશે. SBI રેપો રેટ લિન્ક વ્યાજદર ઓફર કરે છે. હવે પ્રાઇવેટ બેન્ક પણ આજ વ્યાજદર લાગુ કરશે. RERA બાદ ઓફર્સ ઘટી ગઇ.