Get App

પ્રોપર્ટી ગુરૂ: રશિયા-યુક્રેન સંકટની પ્રોપર્ટી પર અસર

કોમોડિટીની કિંમતો વધતા બાંધકામ ખર્ચ વધી જાય છે. બાંધકામ ખર્ચમાં સીધો 30 ટકાનો વધારો થઈ શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 21, 2022 પર 4:10 PM
પ્રોપર્ટી ગુરૂ: રશિયા-યુક્રેન સંકટની પ્રોપર્ટી પર અસરપ્રોપર્ટી ગુરૂ: રશિયા-યુક્રેન સંકટની પ્રોપર્ટી પર અસર

જીગર મોતાનું કહેવું છે કે 75000 કરતા વધુ લોકોએ પ્રોપર્ટી એક્સપોની મુરાકાત લીધી છે. 60થી વધુ ડેવલપર્સે ગાહેડના પ્રોપર્ટી એક્સપોમાં ભાગ લીધો છે. 250થી વધુ પ્રોજેક્ટ પ્રોપર્ટી એક્સપોમાં દર્શાવાયા છે. ડેવલપર્સ દ્વારા વિવધ મંજૂરી ઝડપી મળે એ માટે રજૂઆત કરવામાં આવી છે. CMએ ડેવલપર્સને તેમની સમસ્યા પર ધ્યાન આપવાની બાહેધરી આપી છેફાસ્ટ્રેક GDCRની મંજૂરી મળતી થાય તે માટે માંગ છે. પર્યાવરણને લગતી મંજૂરી ઝડપથી મળતી થવી જોઈએ.

જીગર મોતાનું કહેવું છે કે કોમોડિટીની કિંમતો વધતા બાંધકામ ખર્ચ વધી જાય છે. બાંધકામ ખર્ચમાં સીધો 30 ટકાનો વધારો થઈ શકે છે. બાંધકામ ખર્ચમાં વધશે તો પ્રોપર્ટીની કિંમતો ચોક્કસ વધશે. નવા પ્રોજેક્ટમાં ઘર મોંઘા થવાની પુરેપરી શક્યતા છે. રેડી ઇન્વેન્ટરીની માંહ ખૂબ સારી છે. તૈયાર ઘરોની કિંમતો નવા પ્રોજેક્ટ કરતા વ્યાજબી હોવાથી માંગ વધુ છે. કોરોનાકાળ દરમિયાન વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધ્યો હતો.

સવાલ-

વડોદરાના માંજલપુરમાં 1BHK વેચી 25 વાખના બજેટમાં 2BHK લેવો છે ક્યા વિસ્તારમાં મળી શકે?

જવાબ-

તમારા ઘરની કિંમત આશરે 12 થી 15 લાખ રૂપિયા મળી શકે છે. નવા ઘર માટે આપનુ બજેટ આપે વધારવુ પડશે. લાદરા, ભાયલી, વોઘોડિયારોડ, રોડ પર વિકલ્પો મળી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો