Get App

પ્રોપર્ટી ગુરૂ: નાઇટ ફ્રેન્કનો વેલ્થ રિપોર્ટ

અલ્ટ્રા હાઇ નેટવર્થ ઇન્ડીવિડ્યુઅલ છે. 30 મિલિયન ડોલરથી વધુ નેટવર્થ હોય તે UHNI છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 20, 2022 પર 8:30 PM
પ્રોપર્ટી ગુરૂ: નાઇટ ફ્રેન્કનો વેલ્થ રિપોર્ટપ્રોપર્ટી ગુરૂ: નાઇટ ફ્રેન્કનો વેલ્થ રિપોર્ટ

અલ્ટ્રા હાઇ નેટવર્થ ઇન્ડીવિડ્યુઅલ છે. 30 મિલિયન ડોલરથી વધુ નેટવર્થ હોય તે UHNI છે. UHNIs દ્વારા રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું જોઈએ. ગયા વર્ષમાં ભારતમાં સમૃધ્ધ લોકોની સંખ્યા વધી છે. 2021માં સમૃધ્ધ લોકોની સંખ્યાને આધારે ભારત ત્રીજા ક્રમે છે. UHNIsની સંખ્યા 11 ટકા વધી છે. UHNIsની સપંત્તીનો 20% ભાગ પ્રોપર્ટીમાં રોકાણ થાય છે. મહામારીના સમયમાં લોકોનો પ્રોપર્ટીની તરફ ઝુકાવ વધ્યો છે.

કમર્શિયલ પ્રોપર્ટીમાં 20 ટકા રોકાણ થઇ રહ્યા છે. REITs દ્વારા પણ રોકાણ થઇ રહ્યાં છે. 8 ટકા UHNIsએ 2021માં ઘર ખરીદ્યા છે. 11 ટકા UHNIsએ 2022માં ઘર ખરીદવા ઇચ્છે છે. UHNIsના પોર્ટફોલિયોનો 9 ટકા ભાગનુ વિદેશની પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. વિદેશોમાં પ્રોપર્ટીની કિંમતો વધી રહી છે.

ભારતના સમૃધ્ધ લોકો વિદેશોમાં પ્રોપર્ટી ખરીદી રહ્યાં છે. ભારતમાં યુવા UHNIsની સંખ્યા વધી રહી છે. 40 વર્ષથી નીચેના UHNIsની સંખ્યા ભારતમાં વધી રહી છે. 27 ટકા UHNIs લોકો યુવા છે. ભારત પોતાની મહેનતથી સમૃધ્ધ થનારા યુવાઓમાં છઠ્ઠા સ્થાને છે. ભવિષ્યમાં ટેકનોલોજીનુ મહત્વ વધુ વધશે.

ક્યા શહેરોમાં ઘરોની ખરીદારી વધી?

મુંબઇ, દિલ્હી, પુને, હૈદરાબાદમાં ઘરોના વેચાણ વધ્યા છે. ભારતના આઠ મોટા શહેરોમાં ઘરોના વેચાણ વધ્યા છે. અમદાવાદમાં પણ રિયલ એસ્ટેટમાં રોકાણ વધ્યા છે.

પ્રાઇમ પ્રોપર્ટીની કિંમતોમાં કેટલી વધી?

ભારતમાં પ્રોપર્ટીની કિંમતો સ્થીર છે. હવે ભારતમાં પ્રોપર્ટીની કિંમતો વધવાની શરૂઆત થઇ છે. 1 વર્ષમાં 2 થી 3 ટકા કિંમતો વધી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો