Get App

Propety Guru: IBMની સોફ્ટવેર લેબનો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શુભારંભ

CBRE સાઉથ એશિયા સિનિયર એસોસિયેટ ડિરેક્ટર, જીગર મોતાનું કહેવુ છે કે IBMની સોફ્ટવેર લેબનુ ગિફટસિટીમાં શુભઆરંભ છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 26, 2022 પર 10:11 AM
Propety Guru: IBMની સોફ્ટવેર લેબનો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શુભારંભPropety Guru: IBMની સોફ્ટવેર લેબનો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શુભારંભ

CBRE સાઉથ એશિયા સિનિયર એસોસિયેટ ડિરેક્ટર, જીગર મોતાનું કહેવુ છે કે IBMની સોફ્ટવેર લેબનુ ગિફટસિટીમાં શુભઆરંભ છે. અમદાવાદમાં હવે IT અને સર્વિસિઝ ક્ષેત્રે આગળ વધી રહયું છે. ગુજરાતમાં હવે મોટા કોર્પોરેટ આવી રહ્યાં છે. ગિફ્ટ સિટીમાં અને અમદાવાદમાં કોર્પોરેટ ઓફિસિસ વધશે.

રિયલ એસ્ટેટના રોકાણના નવા વિકલ્પો

રેગ્યુલર ઇનકમનો મહત્વ આપણે કોવિડ દરમિયાન જોયુ છે. પ્રિ લિઝ પ્રોપર્ટીથી રેગ્યુલર ઇનકમ મળતી રહે છે. પ્રિ લિઝ પ્રોપર્ટીમાં રોકાણથી ફાઇન્નાશિયલ પોર્ટફોલિયો મજબૂત કરી શકાય. સ્ટુડન્ટ હાઉસિંગ, ડેટા સેન્ટર, કો લિવિંગને સારો પ્રતિસાદ છે. સંસ્થાકીય રોકાણ આ તમામમાં આવી રહ્યાં છે. REITs દ્વારા પણ આ તમામ રોકાણ થઇ રહયાં છે. ભારતના રિયલ એસ્ટેટમાં નવા એવન્યુઝ બની રહ્યાં છે.

સવાલ: વડોદરા, કલાલીમાં મારે 3BHK ફ્લેટ ખરિદવો છે, સામાન્તા સાત્વિક આ પ્રોજેક્ટ તેમણે જોયો છે, આ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરિદી શકાય?

જવાબ: સુનિલ દેવને સલાહ છે કે કલાલી વડોદરાનો વિકસતો વિસ્તાર છે. કલાલી વિસ્તારમાં તમે ઘર ખરીદી શકો. તમારી પસંદગીનો પ્રોજેક્ટ RERA રજીસ્ટર હોવો જોઇએ.

સવાલ: મારી પાસે હમણાજ ₹50 લાખ આવ્યા છે , અમદાવાદ માં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બેસ્ટ ઓપ્શન કયા છે. અને કયા વિસ્તાર માં રોકાણ કરવું?

જવાબ: ઋષિત પટેલને સલાહ છે કે રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટમેન્ટ એવન્યુમાં ઘણો બદલાવ આવ્યો છે. સ્ટુડન્ટ હાઉસિંગમાં રોકાણ કરી શકાય. અફોર્ડેબલ હાઉસિંગમાં રોકાણ કરી શકાય. બોપલ, શેલા, શિલજમાં રોકાણ કરી શકાય. વિકએન્ડ વિલા જેવી પ્લોટિંગ સ્કીમમાં રોકાણ કરી શકાય. સ્ટુડન્ટ હાઉસિંગથી રેગ્યુલર ઇનકમ મળી શકશે. તમે કન્સલટન્ટની સલાહથી રોકાણ કરવુ હિતાવહ છે.

સવાલ: સુરતમાં 2 BHK ફ્લેટ લેવો છે, અડાજણ અને વેસુમાંથી કોઇ એરિયામાં તેમને ફ્લેટ લેવો છે. તો આ વિસ્તારમાં અંડર કંનશ્ટ્રકશન કે રેડી ટુ મુવ ઇન 2 BHKના ફ્લેટ મળી શકશે અને તેની કિંમત કેટલી હોઇ શકે?

જવાબ: પુરવ પટેલને સલાહ છે કે વેસુમાં તમને 2BHKનાં વિકલ્પો મળવા મુશ્કેલ છે. તમને પાલ વિસ્તારમાં સારા વિકલ્પો મળી શકશે. 2 BHK માટે ₹50-60ના બજેટની જરૂર પડશે.

સવાલ: સરગાસણ કે રાંદેસણમાં ક્યા પ્રોપર્ટી લેવી સારી, મારુ બજેટ 60, 65 લાખનુ છે.

જવાબ: જગત કંસારાને સલાહ છે કે સરઘાસણ  અને રાંદેસણ વિકસતા વિસ્તાર છે. સરઘાસણ SG હાઇવે નજીકનો વિસ્તાર છે. સરઘાસણમાં તમને ઘણા વિકલ્પો મળી શકશે. રાંદેસણ કરતા સરઘાસણની કનેક્ટવિટી સારી છે. ₹60, 65લાખના બજેટમાં 2BHK અને કોમ્પેક્ટ 3 BHKના વિકલ્પો મળી શકે.

સવાલ: ગામ બાલવાડા, તા,ચિખલી, જી.નવસારીમાં નેશનલ હાઇવે 48 રોડ ટચ જમીન 2006માં 34 વિઘા જમીન `4 કરોડમાં લીધી હતી. શુ હવે મારે આ જમીન વેચવી જોઇએ? અને આ જમીનની કેટલી કિંમત મળી શકે?

જવાબ: પાર્થ દેસાઇને સલાહ છે કે તમે સારા સમયે જમીન ખરીદી છે. હાલ આ જમીનનો ભાવ ₹80 થી 1 કરોડનો ચાલે છે. રોકાણની સારી તક હોય તો આ જમીન વેચી શકો. હવે વધુ અપ્રિશિયેશનની સંભાવના નજીકના ભવિષ્યમાં ઓછી છે. રેગ્યુલર ઇનકમ આપતા વિકલ્પમાં રોકાણ કરી શકો.

સવાલ: અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ પર 3 BHK ફ્લેટ લેવો છે.  આ વિસ્તાર કેવો છે આ વિસ્તાર 3 BHK માટે કેટલા બજેટની જરૂર પડી શકે.

જવાબ: શિવાની પટેલને સલાહ છે કે વૈષ્ણવદેવી ખૂબ સારૂ લોકેશન છે. પાછલા 4-5 વર્ષમાં મોટી કોર્પોરેટ ઓફિસ બની છે. વૈષ્ણવદેવીમાં 3 BHKના ઘણા વિકલ્પો મળી શકશે. વૈષ્ણવદેવીમાં 3 BHK માટે ₹65 થી 75 લાખમાં મળશે. લક્ઝરી ફ્લેટ તમને ₹1 થી 1.25 કરોડમાં મળી શકશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો