Get App

પ્રોપર્ટી ગુરુ: મુંબઇને મળી રહ્યો છે નવા ઇન્ફ્રા પ્રોજેક્ટનો લાભ

મુંબઇ અને બેંગ્લોરમાં ઇન્ફ્રામાં સુધારો કરવાની જરૂર છે. અમદાવાદ શહેરનુ ઇન્ફ્રાસ્ટ્રકચર ઘણુ સારૂ છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 09, 2022 પર 12:26 PM
પ્રોપર્ટી ગુરુ: મુંબઇને મળી રહ્યો છે નવા ઇન્ફ્રા પ્રોજેક્ટનો લાભપ્રોપર્ટી ગુરુ: મુંબઇને મળી રહ્યો છે નવા ઇન્ફ્રા પ્રોજેક્ટનો લાભ

મુંબઇને મળી રહ્યાં છે નવા ઇન્ફ્રા સ્ટ્રકચર છે. નવા ઇન્ફ્રા પ્રોજેક્ટથી કનેકટિવિટીમાં સુધારો થયો છે. ટ્રાન્સ હાર્બર સી લિન્કની કનેક્ટિવિટી મળશે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડર બની રહ્યો છે. એરોલી-કટાઇ ટનલ રોડ પણ બની રહ્યો છે.

ડોબિવલી, કલ્યાણ શીલ રોડ અને નવી મુંબઇને લાભ મળે છે. એરોલી-કટાઇ ટનલ રોડથી ટ્રાવેલ ટાઇમ 40% સુધી ઘટશે. બદલાપુર અને ભિવંડીની એક્સેસ સરળ બનશે. ગોરેગાંવ- મુલુન્ડ લિન્ક રોડથી પણ મોટો લાભ છે. ગોરેગાંવ થી મુલુન્ડનો ટ્રાવેલ ટાઇમ 80 થી 20 મિનિટ થશે. કોસ્ટલ રોડથી વેસ્ટર્ન સબર્બથી સાઉથમુંબઇ 40 મિનિટમાં પહોચી શકાશે.

નૌશાદ પંજવાણીના મતે મુંબઇ અને બેંગ્લોરમાં ઇન્ફ્રામાં સુધારો કરવાની જરૂર છે. અમદાવાદ શહેરનુ ઇન્ફ્રાસ્ટ્રકચર ઘણુ સારૂ છે. હૈદરાબાદમાં ઇન્ફ્રોનો વિકાસ સિટી બન્યા પહેલા થયો છે. મુંબઇમાં સિટી બન્યા બાદ ઇન્ફ્રાસ્ટ્રકચ બનવાથી સમસ્યા છે.

સવાલ-
નવી મુંબઇમાં 1 BHK સ્ટેન્ડ અલોન ટાવરમાં ઘર મળી શકે, મારે અફોર્ડબલ બજેટમાં ઘર જોઇએ છે એમિનિટિઝ માટે પૈસા ખર્ચ નથી કરવા. અને આ વિસ્તારમાં કેટલુ બજેટ જરૂરી

જવાબ-

1 BHK માટે તમારે 450-600 SqFtની સાઇઝ હોવી જોઇએ. દરેક લોકાલિટીમાં ઘણા બધા પરિબળો મુજબ કિંમતો અલગ હોય છે. રેલ્વે, હાઇવે વગેરેની કનેક્ટિવિટી કેવી મળે છે એ મુજબ કિંમતો છે. પ્રોજેક્ટમાં એમિનિટિઝ કેટલી છે એના પર પણ કિંમત નિર્ભર કરે છે. ડેવલપર બ્રાન્ડ અને ફ્લોર રાઇઝ, વ્યુઝ આ દરેક પ્રમાણે કિંમત અલગ હોય છે.

નાના પ્રોજેક્ટમાં સુરક્ષાની વ્યવસ્થા અપુરતી હોય શકે છે. તમારે આસપાસ કેવા લોકો છે, પાણી ઇલેક્ટ્રીક કનેક્શન બધુ ચેક કરવુ છે. ટાવરમાં લિફ્ટ છે કે નહી, ટ્રાન્સપોર્ટ મળશે કે નહી એ જોઇ લો. તમને 30 લાખ રૂપિયાથી લઇ 1 કરોડ સુધીમાં ઘર મળી શકે છે. નવી મુંબઇ માટે 6000-25000/SqFtનુ બજેટ છે. 60 લાખમાંનુ બજેટ જરૂરી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો