Get App

પ્રોપર્ટી ગુરૂ: ઘરેથી બિઝનેસ કરવા અંગેનાં નિયમો

આજે આપણે કરીશું નૌશાદ પંજવાણી સાથે પ્રોપર્ટીગુરૂ. રેસિડન્શિયલ ઘરમાં વ્યવસાય કરી શકાય?

MoneyControl Newsઅપડેટેડ Nov 24, 2018 પર 4:32 PM
પ્રોપર્ટી ગુરૂ: ઘરેથી બિઝનેસ કરવા અંગેનાં નિયમોપ્રોપર્ટી ગુરૂ: ઘરેથી બિઝનેસ કરવા અંગેનાં નિયમો

આજે આપણે કરીશું નૌશાદ પંજવાણી સાથે પ્રોપર્ટીગુરૂ. રેસિડન્શિયલ ઘરમાં વ્યવસાય કરી શકાય? ઘરેથી બિઝનેસ કરવા અંગેનાં નિયમો. રેસિડન્શિયલ ઝોનમાં વ્યાવસાય શક્ય છે?

દરેક સિટીમાં ઝોનિંગ થયુ હોય છે. રેસિડન્શિયલ અને કમર્શિયલ ઝોન અલગ હોય છે. તમારા ઘરનો 20% ભાગ તમે વ્યવસાયમાં વાપરી શકો. રિપોર્ટસ, લેખક, ટિચર પોતાનું કામ ઘરમાં કરી શકે. આખુ ઘર વ્યાવસાયિક રીતે વાપરવાનાં નિયમો છે. બિઝનેસ અને પ્રોફેશનનો બંધારણમાં ફરક સમજાવાયો છે.

4 પ્રોફેશનનાં લોકો ઘરેથી કામ કરી શકે. ડોક્ટર, વકીલ, સીએ અને આર્કિટેક. ઘાટકોપરમાં યોગા ક્લાસનો કેશ થયો હતો. સોસાયટીએ યોગા ક્લાસનો વિરોધ કર્યો હતો. કોર્ટે યોગા ક્લાસને માન્ય ગણાવ્યો હતો. બીએમસીની મંજૂરી પછી તમે ઘરમાં બિઝનેસ કરી શકો. ઘરમાંથી બિઝનેસ કરવા માટે ગુમાસ્તા જરૂરી છે. સોસાયટીનાં બાય લોઝમાં ચકાસી લેવા જરૂરી છે. તમારે ઘરેથી બિઝનેસ કરવો હોયતો જનરલ બોડીમાં પાસ કરો. ભાડાનાં ઘરમાં બિઝનેસ માટે મકાન માલિકની મંજૂરી જરૂરી.

ગેરજનો ઉપયોગ કાયદાકીય છે? સ્ટીલ્ટ પાર્કિંગને બંધ કરવું ગેરકાયદેસર છે. દસ્તાવેજમાં ઓપન સ્ટીલ્ટ પાર્કિંગ છે કે નહી તે ચકાસી લેવું. કવર ગેરેજમાં સ્ટોરેજ થતો હોય છે. ફાયર સેફ્ટી નોર્મ પ્રમાણે ગેરેજમાં સામાન ન રાખી શકાય. ગેરેજમાં રેહવાની વ્યવસ્થા કરવી ગેરકાયદેસર છે. ગેરેજમાં બિઝનેસ કરવો ગેરકાયદેસર છે.

બિઝનેસ માટે ઘર વાપરતા હોયતો અમૂક ઘરખર્ચને ટેક્સમાં ક્લેમ કરી શકાય. ઘર માટે ડોમેસ્ટીક રેટથી જ ઇલેક્ટ્રીક સિટી ચાર્જ લાગશે. ઘરને ઓફિસમાં ફેરવી હોયતો ઇલેક્ટ્રીક સિટીનો જુદો રેટ લાગશે. પ્રોપર્ટી ટેક્સને બદલે કમર્શિયલ ટેક્સ લાગશે. સોસાયટી હાયર ચાર્જ લગાડી શકે.

રિડેલપમેન્ટ પછી નવી મંજૂરીઓ લેવી પડશે. પ્રિમિયમ ટાવરમાં કમર્શિયલ એક્ટિવિટી નથી ચલાવાતી. હવે નાની ઓફિસો પણ બની રહી છે. કમર્શિયલ કોમ્પેલેક્ષમાં નાની ઓફિસ બને છે. કો-વર્કિંગનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમે એક ડેક્સ પણ લઇ શકો છો. સ્ટાફ ન રાખવો હોયતો ઘરથી બિઝનેસ કરી શકાય.

બધા સમાચાર

+ વધુુ વાંચો