Get App

પ્રોપર્ટી ગુરૂ: અમદાવાદનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

2017 કરતા 6% સેલ્સમાં વધારો છે. MMRમાં સેલ્સમાં લગભગ 15%નો વધારો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2018 પર 11:04 AM
પ્રોપર્ટી ગુરૂ: અમદાવાદનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચાપ્રોપર્ટી ગુરૂ: અમદાવાદનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

માર્કેટમાં ટ્રેકશન વધી રહ્યું છે. 2017 કરતા 6% સેલ્સમાં વધારો છે. MMRમાં સેલ્સમાં લગભગ 15%નો વધારો થયો છે. NCR, બેંગ્લોર માર્કેટમાં ગ્રોથ જોવા મળી છે. હવે પ્રોપર્ટી માર્કેટનો ગ્રોથ શરૂ થઇ ગયો છે. હવે રેશનલાઇઝેશનનો સમય છે. પ્રોપર્ટીની કિંમતો 3 વર્ષથી સ્થીર છે. કિંમત અને અફોર્ડેબિલીટીનો તફાવત ઘટ્યો છે. હવે એન્ડયુઝર માટેનું માર્કેટ છે.

રોકાણકાર માટે હવે રોકાણ હિતાવહ નથી. ઘણા રોકાણકારનાં નાણાં અટક્યા છે. રોકાણકાર પર આધારિત માર્કેટ પર માઠી અસર જોવા મળી છે. લક્ઝરી પ્રોજેક્ટ માટે સેલ્સ સમસ્યા છે. એન્ડયુઝર માટેનાં પ્રોજેક્ટમાં સેલ્સ વધ્યા છે. સરકાર દ્વારા અફોર્ડેબલ માટે ઘણી સ્કીમ છે. સબવેંશન સ્કીમનો લાભ મળે છે.

RERA અને GSTએ વર્ષ પુર્ણ કર્યું છે. પ્રોપર્ટી માર્કેટની સ્થિતી બદલાઇ ગઇ છે. ન્યુ લોન્ચમાં 106% વધારો થયો છે. ડેવલપરનો વિશ્ર્વાસ પાછો આવી રહ્યો છે. ડેવલપરને કૅશફ્લો સમસ્યા આવી રહી હતી. RERA અને GST આવતા માર્કેટ પર અસર થઇ છે. હવે સેલ્સ વધવાની શરૂઆત છે. ડેવલપર માટે ન્યુ લોન્ચ જરૂરી છે.

MMRનાં નવા લોન્ચ વધ્યાં છે. MMRમાં વેચાણ વધ્યાં છે. MMR રીજનનો વિસ્તાર હેબીટેબલ છે. દિલ્હી બહારનાં વિસ્તારમાં વસ્તી નથી. મુંબઇમાં દરેક વિસ્તાર લિવેબલ છે. મુંબઇમાં ઇનફ્રાસ્ટ્રકચર સારૂ છે. મુંબઇમાં રિડેવલપમેન્ટ થઇ રહ્યાં છે.

ચૈન્નઇ અને બેંગ્લોરમાં વધુ લોન્ચ થયા છે. ગુજરાતમાં નવા લોન્ચ ઓછા છે. NCRમાં 11,885 યુનિટ ન્યુ લોન્ચ થયા છે. ચૈન્નઇમાં 6,407 યુનિટ ન્યુ લોન્ચ થયા છે. ભારતભરમાં પાછલા વર્ષ કરતા 106% ન્યુ લોન્ચ થયા છે. ચૈન્નઇ સિવાય દરેકનો ગ્રોથ સારો છે. મુંબઇ, દિલ્હી જેવા માર્કેટમાં સુધારો થયો છે.

પૂનાનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા-

પૂનામાં દરેક તરફ સપ્લાઇ આવી રહી છે. મોટા ટાઉનશીપનાં પ્રોજેક્ટ પૂનામાં છે. મુંબઇનાં રોકાણકાર પૂનામાં રોકાણ કરે છે. પૂનામાં કિંમત પણ સારી છે. પૂનામાં પ્રોપર્ટીની કિંમત થોડી વધી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો