મુંબઇમાં પહેલા ક્વાટરમાં 4400 કરોડ રૂપિયાની લકઝરી ઘરોના સેલ થયા છે. 2021માં 20,030 કરોડના લકઝરી ઘરોના વેચાણ થયા હતા. લકઝરી માર્કેટનો ગ્રોથ સારો થઇ રહ્યો છે. કોવિડ બાદ લોકોને મોટા ઘર જોઇએ છે. રિયલ એસ્ટેટમાં કિંમતો લાંબા સમયથી સ્થિર છે. મુંબઇ સિવાયના શહેરોમાં પણ લક્ઝરી ઘરોના વેચાણ વધ્યા છે. વિલા અને મોટા ફ્લેટના વેચાણ વધી રહ્યા છે. કોવિડ પછી ગ્રાહકોનો માઇન્ડ સેટ બદલાયો છે. કોવિડ બાદ ઘરોનુ મહત્વ વધ્યુ છે. પ્રોપર્ટીની કિંમતો સ્થિર હોવાથી ખરિદારી વધી છે.