નયન શાહનું કહેવુ છે કે રિયલ એસ્ટેટ માટે બજેટ અપેક્ષા મુજબ ન હતુ. ટેક્સમાં ફેરફારથી રિયલ એસ્ટેટ પર અસર નહી થાય. ડિમાન્ડ અને સપ્લાઇ પર અસર થાય તેવા પગલાની જરૂર છે. હોમલોનનાં દર 6.5% પર લવાવા જોઇએ. પહેલા ઘર માટે ટેક્સમાં રાહત વધારવી જરૂરી હતી. રેન્ટની નોશનલ ઇનકમ પર ટેક્સ હટાવવાની જરૂર હતી. 80IB અંગે પણ અમુક માંગ હતી. અફોર્ડેબલ માટેનો સમયગાળો હજુ વધારવો જોઇતો હતો.