Get App

પ્રોપર્ટી ગુરૂ: આ બજેટે રિયલ એસ્ટેટને શું આપ્યુ?

જીગર મોતાનું કહેવુ છે કે બજેટમાં દરેક વર્ગને કઇ આપવાનો પ્રયાસ છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 20, 2019 પર 5:30 PM
પ્રોપર્ટી ગુરૂ: આ બજેટે રિયલ એસ્ટેટને શું આપ્યુ?પ્રોપર્ટી ગુરૂ: આ બજેટે રિયલ એસ્ટેટને શું આપ્યુ?

સીબીઆરઈ સાઉથ એશિયાનાં લોકલ ડિરેક્ટર જીગર મોતાનું કહેવુ છે કે રિયલ એસ્ટેટ માટે બજેટમાં ખાસ જાહેરાત નથી. બજેટમાં દરેક વર્ગને કઇ આપવાનો પ્રયાસ છે. અફોર્ડેબલ હાઉસિંગને બુસ્ટ અપાયો છે.

કેન્દ્ર સરકારની જમીન અફોર્ડેબલ માટે ખુલી શકશે. શહેરની અંદરની સરકારી જમીન પર બાંધકામ થવાની સંભાવના છે. સરકારી જમીન શહેરની બહાર હોય છે. જ્યાં ઇન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ હોય છે.

રેન્ટલ પોલિસી પર કામ કરવાની બજેટમાં વાત છે. મોડલ ટેન્નસી લો આવી શકે છે. ભારતમાં 1.10 કરોડ મકાન ખાલી છે. લોકો મકાન ભાડે આપતા ડરે છે. રેન્ટલ પોલિસી આવે તે પોઝીટીવ મુવ છે. રેન્ટલ પોલિસી આવતા સપ્લાઇ વધી જશે. માલિક અને ભાડુઆત બન્નેને લાભ થઇ શકે.

મકાન ભાડે આપતા 30 દિવસમાં ઓથોરિટીને જાણ કરવાની રહેશે. ઓથોરિટી તરફથી આઇડેન્ટીફિકેશન નંબર આપશે. સમસ્યા આવે તો ઝડપથી દુર થઇ શકશે. રેન્ટલ પોલિસીની અસર અનસોલ્ડ ઇન્વેન્ટરી પર આવી શકે. દિલ્હી-NCRમાં 7 વર્ષની ઇન્વેન્ટરી.

લિક્વિડિટીની સમસ્યા કઇ રીતે દુર થશે. હાઉસિંગ ફાઇનાન્સ આરબીઆઈ હેઠળ લવાઇ છે. આરબીઆઈના મંજુરીથી દરેક લેન્ડીગ થાય તો લાભ થઇ શકે. ઘરની જરૂરિયાત છે તે લોકોની માંગ આવતી રહેશે. ફેસ્ટિવલ સિઝનમાં ડેવલપર લાભ આપી શકે. પહેલુ ઘર લેનાર લોકો ખરીદી શકે. આરબીઆઈ કેટલા રેટ કટ આપી શકે. આરબીઆઈ પા ટકા રેટ કટ આપી શકે.

સવાલ: બિલ્ડર પાસેથી નવી ઓફિસ ખરીદી છે જેની BU પરમિશન આવી ગઇ છે. ઓફીસ માટેનું તમામ પેમેન્ટ 3 વર્ષ પહેલા થઇ ચુક્યુ છે, સેલ ડીડ રજીસ્ટર થઇ છે જેમા એક્સિક્લુઝીવ યુઝ માટેનાં એક કાર પાર્કિંગનો ઉલ્લેખ છે, પણ મને પાર્કિંગ શેરિંગમાં અપાયું છે, તો હુ આની ફરિયાદ RERAમાં કરી શકુ?

જવાબ: તમે પાર્કિંગ માટે RERAમાં ફરીયાદ કરી શકો છો. ડેવલપરે લેખિતમાં આપ્યુ હોય તો તમે RERAમાં જઇ શકો છો. અમુક ડેવલપર વેલે પાર્કિંગ પણ આપતા હોય છે. તમને પાર્કિંગની સગવડ મળે છે, પણ પાર્કિંગ અલોટ નથી કરાતુ. તમારા બિલ્ડિંગમાં પણ આવી વ્યવસ્થા હોઇ શકે.

સવાલ: આ સવાલ છે ગાંધીનગરથી ઉત્તમકુમાર ચાંપેનેરીનો. તેમણે પુછયુ છે કે તેમણે ગાંધીનગરમાં અન્ડર કંશટ્રકશન ફ્લેટ બુક કરાવ્યો હતો નવેમ્બર 2018માં અને એનુ અમુક પેમન્ટ થઇ ગયુ છે. ફ્લેટનો એરિયા 66.06 sq mtr છે, તો શુ આ અફોર્ડેબલમાં ગણાશે? અને એપ્રિલ-2019 પહેલા અને પછીનો GST કઇ રીતે ગણાશે.

જવાબ: ઉત્તમકુમાર ચાંપાનેરીને સલાહ છે કે તમારો ફ્લેટ અફોર્ડેબલ હાઉસિંગમાં આવશે. જુના જીએસટી રેટ પ્રમાણે ઇનપુટ ક્રેડિટ મળવાની હતી. નવા જીએસટી રેટ પ્રમાણે ઇનપુટ ક્રેડિટ મળશે નહી. તમારે ડેવલપર પાસે ક્યો જીએસટી રેટ પસંદ કર્યો છે અંગે વાત કરવી પડશે.

સવાલ: મારુ વર્ધમાન એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ માં મુકાવાની શક્યતા છે. તો મારા નીચે મુજબના પ્રશ્રો છે.
(૧)કુલ જમીન બાંધકામ સહિત ૨૫૯૯ વાર છે. તો તેની શું કિંમત મુકી શકાય?(કતારગામ ગામતળ )
(૨)મારો એપાર્ટમેન્ટ ૧રૂમ રસોડું ક્ષેત્રફળ ૩૩૦ ચોંફુટ છે. તો તેની શું કિંમત મુકી શકાય?
(૩)શું કિંમત લઈ છુટાં થવાય?/કેટલું બાંધકામ વઘારે મળી શકે?
(૪)શું શરતો રાખવી જોઈએ?

જવાબ: નિલેશ ગાંધીને સલાહ છે કે તમારે સરકારી વેલ્યુઅર પાસે વેલ્યુ કઢાવવી પડશે. તમે વેલ્યુએશન રિપોર્ટ કઢાવી શકો. તમે યુઝેબલ સ્પેસ કરતા વધારે સ્પેસની માંગ કરી શકો. સોસાયટીમાં મેમ્બર વધતા તમારો શેર ઘટશે. આ ઘટતા ભાગને લગતી માંગ તમે કરી શકો.

સવાલ: વલસાડમાં 20 લાખનાં બજેટમાં ક્યા વિસ્તારમાં ફ્લેટ મળી શકે?  હાલ મારી પાસે બંદર રોડ પર 2 BHK 900 SqFtનો ફ્લેટ છે. પણ અહી પીવાના પાણીની ખૂબ તકલીફ છે. શું 20 લાખમાં વલસાડની આસપાસનાં ગામમાં છુટુ ઘર મળી શકે ખરૂ?

જવાબ: ચેતન મહેતાને સલાહ છે કે વલસાડ શહેરની બહાર તમારા બજેટમાં મળી શકે. વિલા માટે તમારે બજેટ વધારવું પડશે. પાણીની દેશભરમાં મોટી સમસ્યા છે. પાણીની બચત માટે આપણે પ્રયાસ કરવા જોઇએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો