Budget 2023: રેલ્વે મંત્રાલયના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર સેમી હાઈ સ્પીડ ટ્રેનો શરૂ કરવાની યોજના પર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. આ યોજના હેઠળ ફેબ્રુઆરીમાં આવનારા બજેટમાં 300 400નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બજેટમાં નેશનલ ટ્રાન્સપોર્ટ માટે બજેટમાં ફાળવણી પણ વધારી શકાય છે.