Railway Budget 2023: હવે તમારે ટ્રેનમાં મુસાફરી કરવા વિશે વિચારવું નહીં પડે. ટ્રેનની મુસાફરી મજેદાર રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલ્વે માટે ઉદાર હાથે પૈસા આપ્યા છે. તેમણે આગામી નાણાકીય વર્ષ માટે 2.4 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. નાણામંત્રીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીમાં આ 9 ગણો છે. ગયા બજેટમાં તેમણે રેલવે માટે 1.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.