વર્ષમા આધાર પર Q3માં અદાણી પોર્ટનો નફો 16 ટકાના ઘટાડા સાથે 1315.4 કરોડ રૂપિયા પર રહ્યા છે, જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં કંપનીનો નફો 1567 કરોડ રૂપિયા પર રહ્યા હતા. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 17.5 ટકા વધી છે અને તે 4072 કરોડ રૂપિયાથી વધીને 4786.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે વર્ષના આદાર પર Q3માં Ramco Cementsનો નફો 18.4 ટકાના ઘટાડા સાતે 67.4 કરોડ રૂપિયા પર રહી છે જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં કંપનીનો નફો 82.6 કરોડ રૂપિયા પર રહ્યા હતા. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 29.7 ટકા વધી છે અને તે 1549.1 કરોડ રૂપિયાથી વધીને 2008.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. તેના સિવાય આજે બ્રોકરેજ હાઉસના રડાર પર Ambuja Cement, Zomato, Varroc Engineering અને Tata Steelનો સ્ટૉક્સ પણ છે.