આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળના વિવિધ રોકાણ અને ખર્ચ ઉપરની મુક્તિ નહીં મળે. જેમ કે ટ્યુશન ફી, પીપીએફમાં રોકાણ, દાનની રકમ, એજ્યુકેશન લોનનું વ્યાજ જેવી કપાતનો લાભ નહીં મળે. ધંધો કે વ્યવસાય કરતાં કરદાતાને વધારાનો ઘસારાનો લાભ મળતો હતો તે નહીં મળી શકે. નવા ટેક્સ રિજિમમાં નિયત ધંધા માટેની 35એડી હેઠળ વિશિષ્ટ કપાતનો લાભ નહીં મળે.
જે સ્પેશ્યલ એલાઉન્સ માટે કલમ 10એ હેઠળ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ચાલુ રાખવાનું વિચારી રહ્યા છે. ટૂર કે ટ્રાન્સફર એલાઉન્સ છે તે ચાલુ રાખવામાં આવી શકે છે. પીએફ, પીપીએફનું વ્યાજ અને ઇન્સ્યોરન્સની પાકતી મુદ્દતે મળતી કરમુક્તિ યથાવત્ રાખી છે. તેમજ નિવૃત્તિ સમયે મળતાં લાભને પગારદાર વર્ગ માટે ચાલુ રાખવામાં આવ્યા છે. કેપિટલ ગેઇન સાથે જોડાયેલા કપતા અને ઇન્ડેક્સેશનના લાભ યથાવત્ રાખવામાં આવ્યા છે.
પરિવારમાં વ્યક્તિગત કરવેરાની જવાબદારીનું આયોજન કરવું પડશે. પરિવારના સભ્ય ઉપરાંત એચયુએફ કે ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ હોય તે અંતર્ગત આયોજન કરવું જોઇએ. 7-8 લાખ રૂપિયાની આવક હોય તેવા પગારદાર માટે જૂની યોજના જ સારી રહે છે. 8 લાખ રૂપિયાની કુલ ગ્રોસ આવક હોય તેમાં અલગ અલગ કપાતનો લાભ લઇ શકો છો. આ પ્રકારની કપાત બાદ 5 લાખની ગ્રોસ આવકની મર્યાદામાં આવી શકો છો. તેથી તેના ઉપર શૂન્ય ટેક્સ લાગે છે.