Gujarat Board Exam Evaluation: ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના મૂલ્યાંકન દરમિયાન માર્કસની ગણતરીમાં ભૂલ કરવા બદલ બે વર્ષમાં નવ હજારથી વધુ શાળાના શિક્ષકો પાસેથી રૂપિયા 1.54 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં આ માહિતી આપી છે.