Amul Success Story: ગુજરાતના આણંદ સ્થિત આવેલ એશિયાની શ્રેષ્ઠ અને આધુનિક દૂઘ ડેરી અમૂલની સ્થાપના 1945માં થઈ. અમૂલનું સ્વપ્ન ગાંધીવાદી ત્રિભુવનદાસ પટેલે સાકાર કર્યું હતુ. મુળ આણંદના ત્રિભોવનદાસ પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં ગ્રામીણ વિકાસના પાઠ ભણ્યા અને તેને આજીવન સાર્થક કર્યા. 14, ડિસેમ્બર - 1945ના રોજ ત્રિભોવનદાસ પટેલે ધ ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડકશન યુનિયન લિમિટેડની સ્થાપના કરી. જે આજે અમૂલના નામે જગવિખ્તાત છે. ત્રિભોવનદાસ પટેલની સાથે કેરળવાસી ડૉ. વર્ગીસ કુરિયન જોડાયા અને ગુજરાત અને દેશમાં શ્વેતક્રાંતિના મંડાળ થયા. ડૉ. વી. કુરિયનના નામે જાણીતા કુરિયને દેશને દૂધમાં આત્મનિર્ભર બનાવવા માટે 1973માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડની સ્થાપના કરી હતી.