Anant Ambani-Radhika Merchant Pre-Wedding Celebrations: દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે દેશ-વિદેશની હસ્તીઓ આવવાનું શરૂ કરી દીધું છે. જેને ધ્યાનમાં રાખીને જામનગરના ડોમેસ્ટિક એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ માત્ર અપવાદરૂપ સંજોગોમાં જ કરવામાં આવે છે.