MUV/SUV/XUV Price: ભારતમાં 7 સીટર કારની માંગ વધી રહી છે. પરંતુ હવે દેશમાં મોટી કાર ખરીદનારા કસ્ટમર્સને કેન્દ્ર સરકાર તરફથી મોટો ફટકો પડ્યો છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે GST કાઉન્સિલની બેઠકમાં મલ્ટી પર્પઝ કાર્સ (Multi Purpose Cars - MUV) (MUV) પર 22 ટકા કંપનસેશન સેસ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અગાઉ તે 20 ટકા હતો. આ પછી હવે દેશભરમાં મોટા વ્હીકલના ભાવ મોંઘા થઈ શકે છે. જણાવી દઈએ કે આ સેસ 28 ટકા GST ઉપરાંત લગાવવામાં આવ્યો છે. એટલે કે 22% સેસની સાથે 28% GST ચૂકવવો પડશે.