Mahindra Thar Earth Edition : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (M&M) એ તેના પોપ્યુલર વ્હીકલ થારનું નવું અર્થ એડિશન લોન્ચ કર્યું છે. કંપનીનું આ નવું વ્હીકલ થાર રેગિસ્તાનથી પ્રેરિત છે. કોમ્પેક્ટ ઑફ-રોડિંગ SUVની નવી અર્થ એડિશનની કિંમત 15.40 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થશે. નવી SUV LX હાર્ડ-ટોપ વેરિઅન્ટ પર આધારિત છે અને તે પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન બંને ઓપ્શન્સ સાથે ઉપલબ્ધ છે.