MG Comet EV Electric Car : MG મોટર ઇન્ડિયાએ સત્તાવાર રીતે કોમેટ ઇલેક્ટ્રિક કારનું બેઝ મોડલ લોન્ચ કર્યું છે. આ કારની કિંમત 7.98 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આ મોડલનું બુકિંગ 15મી મેથી શરૂ થવા જઈ રહ્યું છે અને પસંદગીના શહેરોમાં ડિલિવરી પણ આ જ મહિનામાં શરૂ થશે. ZS EV લોન્ચ કર્યા પછી આ કંપનીની બીજી ઇલેક્ટ્રિક કાર (EV) છે. ZS EV સૌપ્રથમ ભારતમાં 2020 માં લોન્ચ કરવામાં આવી હતી. આ કાર શહેરી EV સેગમેન્ટમાં Tata Tiago EV અને Citroen EC3 ઇલેક્ટ્રિક કાર સાથે સ્પર્ધા કરશે.