Electric flex-fuel vehicle: ટૂંક સમયમાં એક એવું વાહન આવવાનું છે જે છોડમાંથી નીકળતા ઈંધણ પર ચાલશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ટૂંક સમયમાં ટોયોટા ઈનોવાનું વર્ઝન રજૂ કરવા જઈ રહ્યા છે જે સંપૂર્ણપણે ઈથેનોલ પર ચાલશે. ઇથેનોલ એ છોડમાંથી મેળવવામાં આવતું બળતણ છે. કેન્દ્રીય મંત્રી આ કારને 29મી ઓગસ્ટે રજૂ કરવાની યોજના ધરાવે છે. તે કંપનીઓને એવી કાર બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે જે પેટ્રોલ અને ડીઝલને બદલે અન્ય ઇંધણનો ઉપયોગ કરે અને ઇકો-ફ્રેન્ડલી હોય. અગાઉ, કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટોયોટા મિરાઈ લોન્ચ કરી હતી, જે સંપૂર્ણ રીતે હાઈડ્રોજનમાંથી ઉત્પન્ન થતી વીજળી પર ચાલે છે.