Get App

TVSની નવી ઈલેક્ટ્રિક સ્કૂટર TVS X ની બુકિંગ શરૂ, જાણો શું છે તેમાં ખાસીયત

ટીવીએસ મોટર (TVS Motor) એ એક નવી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ટીવીએસ એક્સ (TVS X) લૉન્ચ કરી છે. બુધવારના સંયુક્ત અરબ અમીરાત (UAE) માં આયોજિત લૉન્ચ ઈવેંટની તક પર ટીવીએસ મોટર્સના એમડી સુદર્શન વેણુએ મનીકંટ્રોલને જણાવ્યુ છે કે તે વાહન એક અલગ રીતથી ડિઝાઈન કરવામાં આવી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 2:32 PM
TVSની નવી ઈલેક્ટ્રિક સ્કૂટર TVS X ની બુકિંગ શરૂ, જાણો શું છે તેમાં ખાસીયતTVSની નવી ઈલેક્ટ્રિક સ્કૂટર TVS X ની બુકિંગ શરૂ, જાણો શું છે તેમાં ખાસીયત
ટીવીએસ મોટર કંપની (TVS Motor Company) એ TVS X લૉન્ચ કર્યુ છે જે પ્રીમિયમ EV સ્કૂટર કેટેગરીમાં આવે છે. નવા TVS Xની કિંમત 2.49 લાખ રૂપિયા છે.

TVS Motor share price: ભારતના ઈલેક્ટ્રિક વાહન (EV) સેગમેંટમાં 20 ટકાથી વધારાની બજાર ભાગીદારી રાખવા વાળી ટીવીએસ મોટરે 250 કરોડ રૂપિયાનુ કુલ રોકાણ (capex) ની સાથે એક નવી ઈલેક્ટ્રિક બે પૈંડા વાહન ટીવીએસ એક્સ (TVS X) લૉન્ચ કરી છે. બુધવારના સંયુક્ત અરબ અમીરાત (UAE) માં આયોજિત લૉન્ચ ઈવેંટની તક પર ટીવીએસ મોટર્સના એમડી સુદર્શન વેણુએ મનીકંટ્રોલને જણાવ્યુ છે કે તે વાહન એક અલગ રીતથી ડિઝાઈન કરવામાં આવ્યુ છે જે નવી પેઢીના યુવાઓને પસંદ આવશે. આ પ્રોજેક્ટ પર કંપનીએ 250 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે.

આ નવું લોન્ચ એવા સમયે આવ્યું છે જ્યારે TVS મોટર કંપનીએ સેક્ટરમાં અનિશ્ચિત વાતાવરણ વચ્ચે તેના ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ માટે ભંડોળ એકત્ર કરવાની યોજના મુલતવી રાખી છે. આ કંપનીનું બીજું ઇલેક્ટ્રિક સ્કૂટર છે, આ પહેલા 2020માં કંપનીએ આઈક્યૂબને માર્કેટમાં લૉન્ચ કર્યું હતું.

વેણુએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે કંપની ઈવી ઇકોસિસ્ટમના તમામ સેગમેન્ટમાં હાજરી આપવાની યોજના પર કામ કરી રહી છે. કંપની થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અનેક મોડલ લોન્ચ કરશે. આ સિવાય કંપની ઈ-કોમર્સ અને ફૂડ ડિલિવરી માટે ઈ-સ્કૂટર પણ લાવશે.

ટીવીએસ એક્સ (TVS X) થયુ લૉન્ચ, શું છે ખાસ

બધા સમાચાર

+ વધુુ વાંચો