Beating Retreat ceremony 2024: પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ત્રણ દિવસ પછી દર વર્ષે 29 જાન્યુઆરીએ વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટનું આયોજન કરવામાં આવે છે. આ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઔપચારિક રીતે સમાપ્ત થાય છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી 1950માં દેશ પ્રજાસત્તાક બનવાની સાથે શરૂ થઈ હતી, પરંતુ બીટિંગ રીટ્રીટ સેરેમની 1952માં શરૂ થઈ હતી. જો કે, બીટ રીટ્રીટની પ્રથા 17મી સદીની હોવાનું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે દિવસોમાં, સેનાઓ દિવસની લડાઈના અંતે બ્યુગલ્સ વગાડતા હતા. આને બીટીંગ રીટ્રીટ કહેવામાં આવતું હતું. આ પરંપરા બ્રિટિશ આર્મી દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેને દેશની આઝાદી બાદ ભારતીય સેનાએ અપનાવી હતી.