Bharat Ratna to Karpoori Thakur: રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર એ જાહેરાત કરતા ખૂબ જ ગર્વ અનુભવે છે કે સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવી રહ્યું છે. તેઓ સામાજિક ન્યાયના પ્રણેતા અને ભારતીય રાજકારણમાં પ્રેરણાદાયી વ્યક્તિત્વ હતા. આ સન્માન સમાજના વંચિત વર્ગોના ઉત્થાનમાં કર્પૂરી ઠાકુરના જીવનભરના યોગદાન અને સામાજિક ન્યાય માટેના તેમના અથાક પ્રયાસોને શ્રદ્ધાંજલિ છે.