Buying house is more expensive: અમદાવાદીઓ માટે ઘર ખરીદવાને લઇ એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવે જો કોઈને નવુ મકાન ખરીદવુ હશે તો વધુ કિંમત ચુકવવી પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એક મહત્ત્વપૂર્ણ અને બોજાદાયક નિર્ણય લીધો છે. શહેરમાં નવાં બાંધકામોને લગતી ફીમાં વધારો ઝીંક્યો છે. AMC દ્વારા હાલ એક નવો જ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ચણતર ફી, ટ્રી પ્લાન્ટેશન ડિપોઝીટમાં વધારો કરાયો છે તેમજ બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં પણ વધારો કરાયો છે.