Medicines Sample Failed: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની તપાસમાં, હિમાચલ પ્રદેશમાં 25 ફાર્માસ્યુટિકલ કંપનીમાં બનેલી 40 દવાઓ અને ઈન્જેક્શન્સ સબ-સ્ટાન્ડર્ડ હોવાનું જાણવા મળ્યું છે. જે દવાઓ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવામાં સક્ષમ નથી. તેમાં અસ્થમા, તાવ, ડાયાબિટીસ, હાઈ બીપી, એલર્જી, એપિલેપ્સી, ઉધરસ, એન્ટિબાયોટિક્સ, બ્રોન્કાઇટિસ અને ગેસ્ટ્રિકની સારવારમાં વપરાતી દવાઓ અને ઇન્જેક્શનનો સમાવેશ થાય છે. આ સિવાય કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ સહિત મલ્ટી વિટામિન્સ પણ ટેસ્ટમાં નિષ્ફળ ગયા છે.