શહેરોથી વધારે છે ગામડાઓના લોકોના ખર્ચની સ્પીડ. આ ખુલાસો Household Consumer Expenditure Survey માં થયો છે, આ સર્વેમાં એ પણ વાત સામે આવી છે કે ખાણી-પીણીની સામાનની જગ્યાએ ટીવી, ફ્રીઝ, મોબાઈલ અને ગાડીઓ પર લોકો વધારે ખર્ચ કરી રહ્યા છે. અમારી સહયોગી ચેનલ સીએનબીસી આવાઝની સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં નીતિ આયોગના CEO એ કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે CPI માં ફૂડનો વેટેજ ઓછો કરવામાં આવે. NITI આયોગના CEO બી વી સુબ્રહ્મણિયમે કહ્યુ છે કે હાઉસહોલ્ડ કંઝ્યૂમર એક્સપેંડિચર સર્વે પર ચોકાવા વાળી વાત સામે આવી છે. દેશમાં 5 ટકાથી પણ ઓછી ગરીબી ઘટી છે. ગામડાઓ અને શહેરો બન્નેમાં કંઝ્પ્શન અઢી ગણુ વધ્યુ છે.