Crorepati in India: ભારતમાં ભારતીય ધનિકોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને આ નાણાકીય વર્ષમાં આવકવેરા રિટર્ન (ITR) ફાઇલિંગ ડેટાના વિશ્લેષણ પરથી અંદાજ લગાવી શકાય છે. હા, સરકારે સંસદમાં એમ પણ કહ્યું છે કે દેશમાં 1 કરોડ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે અને 31 ડિસેમ્બર 2023 સુધીમાં કરોડપતિઓની સંખ્યા 2.16 લાખ સુધી પહોંચી ગઈ છે.