X: ભારત સરકારે તાજેતરમાં જ X (અગાઉ ટ્વિટર) ના કેટલાક એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. એક્સે સરકારના આ આદેશને સ્વીકાર્યો છે, પરંતુ અસંમતિ પણ વ્યક્ત કરી છે. X એ કહ્યું છે કે તેઓ ભારત સરકારના આદેશ પછી કેટલાક X એકાઉન્ટ્સને બ્લોક અથવા સસ્પેન્ડ કરી રહ્યાં છે પરંતુ અમે આ સાથે સહમત નથી. લોકોને બોલવાની સ્વતંત્રતા હોવી જોઈએ. એક્સની ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ ટીમે એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.