Falcon 9 Rocket: અમેરિકાની હ્યુસ્ટન સ્થિત કંપની ઈન્ટ્યુટિવ મશીન્સનું મૂન લેન્ડર ઓડીસિયસ ચંદ્રની સપાટી પર ઉતર્યું છે. લગભગ અડધી સદી બાદ અમેરિકાએ ચંદ્ર પર લેન્ડર લેન્ડ કર્યું છે. માનવ ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ ખાનગી કંપનીએ તેનું અવકાશયાન ચંદ્રની સપાટી પર લેન્ડ કર્યું છે.આ પહેલા નાસાએ 1972માં તેનું છેલ્લું મૂન લેન્ડિંગ મિશન એપોલો 17 કર્યું હતું.