US increases Visa Fees: અમેરિકાએ વિઝા ફી વધારવાને લઈને મોટો નિર્ણય લીધો છે. US સરકારે H-1B, L-1 અને EB-5 જેવા નોન-ઇમિગ્રન્ટ વિઝા માટેની ફીમાં વધારો કર્યો છે. આ તમામ કેટેગરીમાં સૌથી વધુ વિઝા ભારતીયોને આપવામાં આવે છે. વિઝા પર વધેલી ફી 1 એપ્રિલ, 2024થી લાગુ થશે.