India Taiwan MoU: ભારત અને તાઈવાને માઇગ્રટ્સ અને ગતિશીલતા કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ ભારતીયો તાઈવાનમાં વિવિધ ક્ષેત્રોમાં રોજગાર મેળવી શકશે. આ કરારથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. ઈન્ડિયા-તાઈપેઈ એસોસિએશન (ITA)ના ડાયરેક્ટર જનરલ મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવ અને નવી દિલ્હીમાં તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરના વડા બોશુઆન ગેરે વર્ચ્યુઅલ ઈવેન્ટમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. તાઈવાન અને ભારત વચ્ચેના આ કરારથી ચીનને નુકસાન પહોંચશે તે નિશ્ચિત છે. તમને જણાવી દઈએ કે ચીન તાઈવાનને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરે છે.