Investment in India: યુરોપિયન દેશોનું એક નાનું ગ્રુપ ટૂંક સમયમાં ભારત સાથે વેપાર કરાર લાગુ કરી શકે છે. આ કરાર હેઠળ આ દેશો આગામી 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે. આ રકમથી ભારતમાં 10 લાખ નવી નોકરીઓનું સર્જન થવાનો અંદાજ છે. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન એટલે કે EFTAમાં નોર્વે, આઇસલેન્ડ, લિક્ટેંસ્ટેઇન અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. હાલમાં આ કરાર અંગે ભારત અને EFTA વચ્ચે વાટાઘાટોનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે.