Mumbai Maulana Salman Azhari: ગુજરાત પોલીસે રવિવારે (4 ફેબ્રુઆરી) મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીને ગુજરાતના જૂનાગઢમાં કથિત રીતે નફરતભર્યા ભાષણ આપવા બદલ અટકાયતમાં લીધી હતી. આ દરમિયાન તેમના સમર્થકોની ભારે ભીડ હાજર હતી. થોડા દિવસો પહેલા જૂનાગઢમાં આપેલા તેમના ભાષણ બાદ ગુજરાત પોલીસે મુસ્લિમ મૌલાના અને અન્ય બે લોકો સામે FIR નોંધી હતી. પોલીસે રવિવારે સાંજે મુફ્તી સલમાન અઝહરીને ઝડપી લીધો હતો.