Get App

North Korea: ઉત્તર કોરિયાનું ઘાતક રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ, દક્ષિણ કોરિયા માટે ખતરો!

North Korea: ઉત્તર કોરિયાએ તેની નવી 240mm મલ્ટિપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ કર્યું. આમાં રોકેટ કંટ્રોલ અને બેલેસ્ટિક કંટ્રોલ સિસ્ટમનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેથી આ સિસ્ટમની સચોટ ફાયર પાવરને જોઈ શકાય.

MoneyControl Newsઅપડેટેડ Feb 14, 2024 પર 4:33 PM
North Korea: ઉત્તર કોરિયાનું ઘાતક રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ, દક્ષિણ કોરિયા માટે ખતરો!North Korea: ઉત્તર કોરિયાનું ઘાતક રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ, દક્ષિણ કોરિયા માટે ખતરો!
North Korea: એક્સપર્ટે કહ્યું- ઉત્તર કોરિયા ઝડપથી પોતાની શક્તિ વધારી રહ્યું છે.

North Korea: ઉત્તર કોરિયાએ તેની અત્યાધુનિક 240 mm મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું સચોટ પરીક્ષણ કર્યું. દેશના મીડિયા KCNA એ એક દિવસ પછી આ પરીક્ષણની માહિતી વિશ્વ સમક્ષ રજૂ કરી. ઉત્તર કોરિયાએ આ સિસ્ટમ વિશે વધુ ખુલાસો કર્યો નથી. તેમજ આ સિસ્ટમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પરંતુ આ રોકેટ લોન્ચર સિસ્ટમના ડેવલપથી ઉત્તર કોરિયાની તાકાત વધી છે. પરીક્ષણ દરમિયાન, લોન્ચર સિસ્ટમ, 240mm કંટ્રોલ રોકેટ અને બેલિસ્ટિક કંટ્રોલ સિસ્ટમનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે તસવીરો શેર કરવામાં આવી છે તે દર્શાવે છે કે આ ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચરમાંથી છોડવામાં આવેલા રોકેટ છે.

દરેક લોન્ચરમાં 22 ટ્યુબ હોય છે. આ 240 mm રોકેટ લોન્ચર સિસ્ટમ જેવું જ છે જે ઉત્તર કોરિયા પાસે પહેલેથી જ છે. આ સિસ્ટમના પરીક્ષણથી એ સ્પષ્ટ થાય છે કે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયાની સામે DMZ નજીક તેના વધુ પાવરફૂલ અને નવા હથિયારો તૈનાત કરવાનું વિચારી રહ્યું છે.

એક્સપર્ટે કહ્યું- ઉત્તર કોરિયા ઝડપથી પોતાની શક્તિ વધારી રહ્યું છે

બધા સમાચાર

+ વધુુ વાંચો