Ayodhya Ram Temple: અયોધ્યાના રામ મંદિરમાં બેઠેલા રામલલા હવે બપોરે એક કલાક સુધી દર્શન નહીં આપે. આ સમય દરમિયાન રામલલા હવે આરામ કરશે. રામ મંદિરમાં આવતી ભારે ભીડને કારણે હાલમાં રામલલા વહેલી સવારથી મોડી રાત સુધી દર્શન આપી રહ્યા છે. મોટાભાગના મુખ્ય મંદિરો બપોર પછી બંધ રહે છે પરંતુ રામલલાનું મંદિર ખુલ્લું રહે છે. અયોધ્યાના સંત સમાજે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે 16 ફેબ્રુઆરી એટલે કે અચલા સપ્તમીના તહેવારથી રામલલાના દર્શનનો સમય બપોરે એક કલાક ઓછો કરવામાં આવશે.