Get App

China Crisis: ‘હવે બધાની વાત સાંભળીશું...' ચીનનું ઠંડુ વલણ, બરબાદીથી બચવા ઝડપથી આ કામ કરવાનું કર્યું શરૂ!

China Crisis: ચીનની અર્થવ્યવસ્થા પરની કટોકટી અને શેરબજારમાં ઘટાડાની વચ્ચે હવે ચાઈના સિક્યોરિટીઝ રેગ્યુલેટરી કમિશન (CSRC) એક્શનમાં આવ્યું છે અને છેલ્લા 2 દિવસથી દેશભરમાં રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો, લિસ્ટેડ કંપનીઓ અને વિદેશીઓ સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 23, 2024 પર 11:02 AM
China Crisis: ‘હવે બધાની વાત સાંભળીશું...' ચીનનું ઠંડુ વલણ, બરબાદીથી બચવા ઝડપથી આ કામ કરવાનું કર્યું શરૂ!China Crisis: ‘હવે બધાની વાત સાંભળીશું...' ચીનનું ઠંડુ વલણ, બરબાદીથી બચવા ઝડપથી આ કામ કરવાનું કર્યું શરૂ!
China Crisis: કટોકટી વધી તો શાન આવી ઠેકાણે

China Crisis: વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. બેન્કિંગથી લઈને રિયલ એસ્ટેટ સંકટનો સામનો કરી રહેલા દેશમાં શેરબજાર પણ છેલ્લા 3 વર્ષથી ખોટમાં ટ્રેડ થઈ રહ્યું છે. કેપિટલ માર્કેટની ચીનની અર્થવ્યવસ્થા પર મોટી અસર છે અને હવે ડ્રેગન આ વાત સમજી ચૂક્યું છે.

ચીનનું બજાર સતત ત્રણ વર્ષથી બેરિસ

ચીન આ મામલે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતું અને પોતાનું જિદ્દી વલણ જાળવી રહ્યું હતું. હવે, સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ પર પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 3 વર્ષ પછી ચીને આ નરમ વલણ દાખવ્યું છે, જ્યારે ચીનના શેરબજાર આ સમયગાળા દરમિયાન સતત નુકસાનનો સામનો કરી રહ્યું છે. આ એવો સમય છે જ્યારે ટોચના નેતૃત્વ પર શેરબજારમાં રોકાણકારોના વિશ્વાસને પુનર્જીવિત કરવાનું દબાણ વધ્યું છે. ચાઇના સિક્યોરિટીઝ રેગ્યુલેટરી કમિશન દ્વારા સ્ટોક નિષ્ણાતોના સૂચનો અને ટીકાઓને સ્વીકારવા અંગે આપવામાં આવેલ નિવેદન આ દબાણ દર્શાવે છે.

કટોકટી વધી તો શાન આવી ઠેકાણે

બધા સમાચાર

+ વધુુ વાંચો